Mon Oct 12 2026

Logo

ઇન્ડી ગઠબંધને સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી, સીજેઆઈ પર દબાણ લાવવાના આક્ષેપ ફગાવ્યા

2026-10-12 18:43:52
Author: Chandrakant Kanoja
ઇન્ડી ગઠબંધને સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરી, સીજેઆઈ પર દબાણ લાવવાના આક્ષેપ ફગાવ્યા

નવી દિલ્હી: કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટેમાં SIR અને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો પર લાદવામાં આવેલા પ્રતિબંધોના મુદ્દા અંગે  પીઆઇએલ દાખલ કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે આ વિપક્ષોની એક સંયુક્ત કાનૂની પહેલ છે અને વિવિધ વિપક્ષી પક્ષોના નેતાઓએ આ અરજી પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે સીજેઆઈ પર દબાણ લાવવાના આક્ષેપ ફગાવ્યા  હતા. 

સીજેઆઈ પર  દબાણ લાવવાના કોઇ પ્રયાસ નહિ 

જોકે, અભિષેક મનુ સિંઘવીને જ્યારે પૂછવામાં આવ્યું કે જયારે અરજી દાખલ કરવાની હતી તો સીજેઆઈને આવેદનપત્ર આપવા કેમ પત્ર લખવામાં આવ્યો હતો. તેમજ સીજેઆઈ પર બિન જરૂરી દબાણ કેમ ઉભુ કરવામાં આવ્યું. ત્યારે તેમણે કહ્યું કે સીજેઆઈ પર દબાણ લાવવાના કોઇ પ્રયાસ કરવામાં નથી આવ્યા. 

ચીફ જસ્ટિસે મળવાનો ઇનકાર કર્યો 

આ પૂર્વે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ  ભારતના મુખ્ય ન્યાયાધીશ સાથે મુલાકાત કરવા માટે 
પત્ર લખવામાં આવ્યો હતો.જોકે, ચીફ જસ્ટિસે તેમને મળવાનો ઇનકાર કર્યો હતો. 

શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનના અધિકારનો બચાવ

જોકે, તેની બાદ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનના અધિકારનો બચાવ કરતા સિંઘવીએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં લોકોની વ્યાપક ભાગીદારી એ તેમના રોષ અને અસંતોષની સ્વયંભૂ અભિવ્યક્તિ હતી. જોકે, સુપ્રીમ કોર્ટ ક્યારે આ અરજી પર સુનાવણી કરશે અથવા આ મામલો ક્યારે ઉકેલાશે તે અંગે સિંઘવીએ કોઈ ચોક્કસ સમયમર્યાદા જણાવી ન હતી.

રાહુલ ગાંધી પોતે મુખ્ય અરજદાર

આ દરમિયન પદયાત્રા ચાલી રહી હતી ત્યારે રાહુલ ગાંધીની કાનૂની ટીમ સુપ્રીમ કોર્ટના ફાઇલિંગ કાઉન્ટર પર પહોંચી હતી અને તેમના વકીલોએ તેમની વતી અરજી દાખલ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. જોકે રાહુલ ગાંધી પોતે અરજી દાખલ કરવા માટે સમયસર સુપ્રીમ કોર્ટ પરિસરમાં પહોંચી શક્યા ન હતા  તેમ છતાં તેઓ મુખ્ય અરજદાર છે. 

 પીઆઈએલમાં 11 અરજદારોના નામ

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલ પીઆઈએલમાં 11 અરજદારોના નામ છે. જેમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સૌગત રોય, અખિલેશ યાદવ, તેજસ્વી પ્રસાદ યાદવ, સંજય રાઉત, એમ.એ.બેબી અને ડી. રાજા, મહુઆ માજી, સુપ્રિયા સુલે અને ઇ.ટી. મોહમ્મદ બશીરનો સમાવેશ થાય છે.