Sat Jun 20 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:20 June 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-06-20 08:20:00
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-06-20 09:41:40

રાજકોટમાં કરોડોની સનસનાટીભરી લૂંટ

રાજકોટના શાપર વેરાવળ વિસ્તારમાં રૂ. 2.47 કરોડ રોકડા અને 5થી 7 તોલા સોનાની લૂંટ કરતાં ચકચાર મચી ગઈ હતી. રાત્રિના આશરે 1 વાગ્યે 5થી 7 જેટલા બુકાનીધારીએ  ત્રાટકીને 77 વર્ષીય વૃદ્ધને બંધક બનાવી લૂંટને અંજામ આપ્યો હતો. ભોગ બનનાર ખેતી, પેટ્રોલ પંપ અને પ્લોટિંગના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે.

2026-06-20 08:25:41

ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા 2000નો હપ્તો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના હુગલી (તારકેશ્વર) ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો રિલીઝ કરશે. આ અવસરે વડા પ્રધાન દેશભરના કરોડો ખેડૂતો સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સંવાદ કરી વિશેષ સંબોધન કરશે. 23માં હપ્તા હેઠળ વડા પ્રધાનના હસ્તે સમગ્ર દેશના 9.44 કરોડથી વધુ ખેડૂત પરિવારોને કુલ રૂ. 18,880 કરોડથી વધુની સહાયનું સીધું વિતરણ કરવામાં આવશે.

2026-06-20 08:21:02

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ગળતેશ્વરમાં નોંધાયો હતો. ગળતેશ્વરમાં 2.91 ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના 45 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો.