વોશિંગ્ટનઃ ઈટલીનાં વડા પ્રધાન જ્યોર્જિયા મેલોની કાયમ હસ્તા અને એક ગંભીર ચર્ચા કરતા હોય એવા જોવા મળ્યા છે. પણ એક મુદ્દાને લઈને તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ પર ગુસ્સે થઈ ગયા છે. અમેરિકી રાષ્ટ્રપતિની કમેન્ટનો જવાબ આપીને હવે તેઓ અલગ રીતે ચર્ચામાં છે. કમેન્ટનો જવાબ આપતા તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જી-7માં મેલોનીએ એમની સાથે ફોટો ક્લિક કરાવવા માટે માનતા માગી હતી.
ડૉનાલ્ડ ટ્રમ્પની આ કમેન્ટ મેલોનીને બિલકુલ પસંદ આવી નથી. તેમણે POTUSને ખોટા સાબિત કરીને ટોણો માર્યો હતો. તેમણે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતો એ વીડિયો પણ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે જેના પર લોકો કમેન્ટ કરીને ફરી વાર ટ્રમ્પના વલણ પર સવાલ કરી રહ્યા છે.
ગુસ્સો વ્યક્ત કરીને શું કહ્યું?
મેલોનીએ આકરો જવાબ આપ્યા બાદ આ લડાઈ માત્ર બે નેતાઓ વચ્ચે જ સીમિત રહી નથી પણ બે દેશ વચ્ચે કૂટનીતિના સંબંધો વચ્ચે એક દીવાલ ઊભી થઈ રહી છે, પોતાની બેબાક બોલી અને વલણને કારણે વિવાદમાં રહેતા ટ્રમ્પ ફરીવાર આ કમેન્ટને કારણે ચર્ચામાં આવ્યા છે. ટ્રમ્પે ઈટલીનાં વડા પ્રધાનનું અપમાન કર્યું હોવાનું લોકો કમેન્ટ કરી રહ્યા છે. આ કારણે ઈટલીના નાગરિકો એમનાથી નારાજ છે. ઈટલી સરકારે પણ એક મોટું અને મહત્ત્વનું પગલું ભરી લીધું છે. આ કારણે ઈટલીને ડે. પીએમ એંટોનિયો તાયાની 21 અને 22 જૂનના યોજાનારી અમેરિકાની બેઠક રદ્દ કરી છે. હવે તેઓ અમેરિકાનો પ્રવાસ બિલકુલ નહીં કરે.
Io e l’Italia non imploriamo mai. pic.twitter.com/sTpKlqWB67
— Giorgia Meloni (@GiorgiaMeloni) June 19, 2026
એમને સૂર કેમ બદલી જાય છે?
સમગ્ર મામલે મેલોનીએ કહ્યું કે, આ ખૂબ જ શરમજનક વર્તણૂક છે. ટ્રમ્પે પોતાના દોસ્તોને નીચા દેખાડવા માટે પૂરી તાકાત લગાવી દીધી છે પણ વાત જ્યારે પશ્ચિમના દેશની અને અમેરિકાના અસલી શત્રુઓની આવે છે તો એમના સૂર બદલી જાય છે. તેઓ દુશ્મનો અને એ તાનાશાહ સામે ખૂબ જ ગંભીરતાથી અને આદરભાવ સાથે વાતચીત કરે છે, જે દુનિયા માટે જોખમી છે. ટ્રમ્પે એ વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે, હું અને મારો દેશ ઈટલી ક્યારેય કોઈની પાસે ભીખ માગતા નથી. આવા અપમાનજનક નિવેદન સામે મેલોનીએ ચૂપ રહેવાના બદલે અવાજ ઊઠાવ્યો છે.
ટ્રમ્પને એમની જ ભાષામાં જવાબ આપીને સોશિયલ મીડિયા પર એક પ્રકારની કમેન્ટ વોર શરૂ કરી દીધી છે. જેમાં અમેરિકા અને ઈટાલી બન્ને દેશ એકબીજાની સામસામે આવ્યા છે. વીડિયો મેસેજ પોસ્ટ કરીને ઈટલીના વડા પ્રધાને કહ્યું કે, ટ્રમ્પનું આ નિવેદન સંપૂર્ણ રીતે મનઘંડત છે, ખોટું છે. સાચી વાત તો એ છે કે, એમની આ પ્રકારની હરકતથી મને શોક લાગ્યો છે. મને સમજાતું નથી કે, અમેરિકાના રાષ્ટ્રપતિ પોતાના જ ભરોસાપાત્ર સાથીઓ સાથે આ પ્રકારનો ગંદો વ્યવહાર શા માટે કરે છે? આવું એમણે પહેલીવાર નથી કર્યું, આ પહેલા પણ તેઓ વિવાદાસ્પદ નિવેદન આપી ચૂક્યા છે.
આ શું બોલી ગયા ટ્રમ્પ
અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે એક ઇટાલિયન મીડિયા આઉટલેટ સાથેના ટેલિફોન ઇન્ટરવ્યુ દરમિયાન મેલોની વિશે વિવાદાસ્પદ દાવો કર્યો હતો. બસ વિવાદ અહીંયાથી શરૂ થયો હતો. G-7 સમિટ 15થી 17 જૂન દરમિયાન ફ્રાન્સના શહેર એવિયનમાં યોજાઈ હતી, જેમાં વિશ્વના મુખ્ય નેતાઓને ભેગા કરવામાં આવ્યા હતા. સમિટ પછી ટ્રમ્પે - ખરેખર - બડાઈ મારી કે જ્યોર્જિયા મેલોની તેમને અનુસરી રહ્યા છે, પણ હકીકત અલગ હોવાને કારણે મેલોનીએ વીડિયો પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી હતી.
મેલોનીને ખૂબ જ આનંદ થયો હશે કે, મેં તેની સાથે વાત કરી,ભલે મને ખરેખર તેની જરૂર ન હતી. તે લગભગ મારી સાથે ફોટો પડાવવા માટે વિનંતી કરી રહી હતી. તે કોઈપણ કિંમતે ફોટો ઇચ્છતી હતી. હું સામાન્ય રીતે એની વાત સાથે સહમત ન થાત, પરંતુ મને તેના માટે થોડું દુ:ખ થયું, તેથી મેં હા પાડી" આવું ટ્રમ્પ બોલી ગયા હતા. જે વાતને લઈને મેલોનીને લાગી આવ્યું હતું.