દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
રામમંદિર દાન ચોરીના પ્રકરણમાં ટીનુ યાદવના નિવાસેથી કરોડો રૂપિયાનું સોનું જપ્ત
અયોધ્યામાં રામમંદિરના દાન ચોરીના પ્રકરણમાં મહત્વની માહિતી સાંપડી છે. જેમાં મુખ્ય સંદિગ્ધ ટીનુ યાદવના નિવાસેથી કરોડો રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. તેમજ રૂપિયા 50 કરોડથી વધુની બેનામી સંપત્તિનો પણ પર્દાફાશ થયો છે.
વ્હાઇટ હાઉસ પર ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યો, એફબીઆઇનો દાવો
અમેરિકામાં વ્હાઇટ હાઉસ પર ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યા હોવાના એફબીઆઇના દાવાથી હડકંપ મચ્યો છે. એફબીઆઇએ જણાવ્યું હતું કે ગત સપ્તાહે વ્હાઇટ હાઉસની લોનમાં યોજાયેલા યુએફસી કાર્યક્રમમાં સંભવિત હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો. આ આ કાર્યક્રમમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના મંત્રીમંડળના સભ્યો અને ખાસ મહેમાનોએ હાજરી આપી હતી, તેમજ આ મામલે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે
પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની ફ્રાન્સમાં G-7 સમિટમાં મુલાકાત
પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ફ્રાન્સના એવિએન શહેરમાં G-7 સમિટમાં મુલાકાત થઇ હતી. પીએમ મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના આમંત્રણ પર આ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા છે. આ સમિટ દરમિયાન પીએમ મોદી અનેક દેશોના પ્રતિનિધીઓ અને નેતાઓ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે.
દિલ્હી પોલીસે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યો, સાત લોકોની ધરપકડ
દેશમાં મોટા આંતકવાદી હુમલાની દહેશત વચ્ચે દિલ્હી પોલીસે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. તેમજ સાત શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આ સમગ્ર નેટવર્કને સ્થિત શહઝાદ ભટ્ટી અને તેના સહયોગી અજમલ ગુજ્જર ચલાવતા હતા. આ ગેંગ પાકિસ્તાનથી પંજાબના માર્ગે દિલ્હીમાં હથિયાર સપ્લાય કરતી હતી.
ઇરાન સાથે ડીલ બાદ ડોનાલ્ડ ટ્રમ્પની ટીમમાં ફૂટ, કરારની સફળતા પર શંકા વ્યક્ત કરી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે શાંતિ કરાર કરીને દેશમાં ફસાયા છે. જેમાં સીઆઇએ સહિત અમેરિકી વહીવટીતંત્રના સિનીયર અધિકારીઓ પણ આ કરારની સફળતા પર શંકા વ્યક્ત કરી રહ્યાછે. ડોનાલ્ડ ટ્રમ્પ પર ઈરાનને વધુ રાહત આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ભારતમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં ખાલિસ્તાની આતંકી સંગઠન, સુરક્ષા એજન્સીઓ સક્રિય
ભારતમાં આતંકવાદી પ્રવુતિઓને વધારવા માટે ખાલિસ્તાની તત્વો ફરી એકવાર સક્રિય થયા છે. જેમાં પણ પંજાબ વિધાનસભા ચૂંટણી પૂર્વે આતંકવાદી સંગઠન ખાલિસ્તાન નેશનલ આર્મી ફરી સક્રિય થઇ રહ્યું છે. તેમજ તે આઇએસઆઇ સાથે મળીને ચૂંટણી પહેલા અરાજકતા ફેલાવી શકે છે.
જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં એલઓસી નજીક ગ્રેનેડ વિસ્ફોટ, ચાર સૈનિકો ઘાયલ
જમ્મુ કાશ્મીરમાં 3 જુલાઇના રોજથી અમરનાથ યાત્રા શરૂ થવા જઇ રહી છે. જેની સુરક્ષા વ્યવસ્થા માટે સતત મોકડ્રીલ યોજવામાં આવી રહી છે. આ દરમિયાન રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં એલઓસી નજીક પેટ્રોલિગ કરી રહેલા ચાર સૈનિકો ગ્રેનેડ વિસ્ફોટમાં ઘાયલ થયા છે. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઇલોન મસ્કે વોરેન બફેટ જેટલી સંપત્તિ 24 કલાકમાં ક્માઈ, કુલ સંપત્તિ 1.27 ટ્રિલિયન ડોલર થઇ
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સ મુજબ ટ્રિલિયનેર ઇલોન મસ્કે અબજોપતિ રોકાણકાર વોરેન બફેટ જેટલી સંપત્તિ માત્ર 24 કલાકમાં જ કમાઇ લીધી છે. સ્પેસ એક્સના શેરના ભાવમાં વધારાને કારણે ઇલોન મસ્કની વ્યક્તિગત સંપત્તિમાં એક જ દિવસમાં 164 બિલિયન ડોલરનો વધારો થયો. જે અબજોપતિ રોકાણકાર વોરેન બફેટની કુલ સંપત્તિ 148 બિલિયન ડોલરથી વધારે છે.
ઉદ્ધવ સેના ફરી તૂટશે?
યુબીટી (શિવસેના)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની સામે સૌથી મોટો પડકાર ઊભો થયો છે. ટીએમસી પછી ઉદ્ધવ ઠાકરેના સાંસદો વચ્ચે ખેંચાખેંચી શરુ થઈ છે. એકનાથ શિંદે જૂથના નેતાઓ કહે છે કે ચોમાસું સત્ર વખતે ઉદ્ધવ ઠાકરે જૂથના સાંસદો તેમની સાથે આવશે, તેથી મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે.
મમતા બેનર્જીએ ભવાનીપુર ચૂંટણીના પરિણામને કોલકાતા હાઇકોર્ટમાં પડકાર્યું
પશ્ચિમ બંગાળમાં ટીએમસીની કારમી હાર બાદ મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી રહી છે. આ દરમિયાન મમતા બેનર્જીએ હવે ભવાનીપુર ચૂંટણીના પરિણામને કોલકાતા હાઇકોર્ટમાં પડકાર્યું છે. આ અંગે મમતા બેનર્જી તેમના સાથીઓ સાંસદ ડેરેક ઓ'બ્રાયન, ડોલા સેન અને કલ્યાણ બેનર્જી સાથે હાઇકોર્ટ પહોંચ્યા હતા. તેમણે આ અરજી અંગેના દસ્તાવેજો પર સહી કરી હતી.
NEET પેપર લીક રોકવા સરકાર એક્શનમાં, 22 જૂન સુધી ટેલિગ્રામ બંધ
21 જૂને ફરીથી NEET ની પરીક્ષા યોજાશે અને આ વખતે પેપર લીક ન થાય તે માટે સરકાર કડક તૈયારીઓ કરી રહી છે. આ સંદર્ભમાં એક મોટો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે સરકારે ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધ કામચલાઉ છે. હવે લોકો 22 જૂન સુધી ટેલિગ્રામનો ઉપયોગ નહીં કરી શકે. એનો અર્થ એ કે NEET ની ફરીથી પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી લોકો ટેલિગ્રામ એક્સેસ કરી શકશે નહીં.
રાજુલાના કોવાયા ગામે સિંહણે યુવકને ફાડી ખાધો
અમરેલીના રાજુલાના કોવાયા ગામે સિંહણે પરપ્રાંતીય યુવક પર ઘાતકી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો હતો. સિંહણ યુવકનું આખું શરીર ખાઈ ગઈ હતી. સ્થળ પરથી માત્ર અડધું માથું અને પાંસળીના ટુકડા મળતા ચકચાર મચી ગઈ હતી.જેને લઈ સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયો હતો.