Tue Jul 28 2026

Logo

આરોગ્ય પ્લસઃ નાક, કાન અને ગળાની બીમારીની શ્રેણી અવાજ બેસી જવો...

2026-07-28 10:57:00
Author: Smruti Shah Mehta
Article Image

સંકલન: સ્મૃતિ શાહ મહેતા

કાકડા સૂજી જવા
કાકડા સૂજી જવાનાં લક્ષણ :
*ગળામાં સોજો આવે અને ચાંદા પડી શકે.
*ભોજન અન્નનળીમાં ઉતારવામાં તકલીફ પડવી.
*બોલવામાં તકલીફ પડવી.
*કાનમાં રસી આવી શકે વગેરે...

કાકડા થવાનાં કારણ 

*જે કારણોથી ગળાનું ઈન્ફેક્શન થાય તે કારણોથી કાકડા પણ થઈ શકે છે.
*અપચો કે અર્જીણ થવાથી.
*વધુ ઠંડું જમવાથી.
*જે વ્યક્તિને કાકડા થાય હોય તેનો ચેપ લાગવાથી.

કાકડાના ઉપચાર

1. હૂંફાળા પાણીમાં મીઠું નાખીને દિવસમાં 2-3 વાર કોગળા કરવા.
2. તુલસીનો રસ, આદુંનો રસ અને મધ ત્રણેય 1-1 ચમચી મિશ્ર કરી સવાર-સાંજ લેવો.
3. હળદર અને ખાંડવાળું ગરમ દૂધ પીવું.
4. અડધી ચમચી હળદર સાથે 1-1 ચમચી ઘી અને સાકર ચાટવું.
5. કાળા મરી અને ફુદીનાનું ચૂર્ણ ગરમ પાણીમાં આપવું.
6. હળદરને મધમાં મેળવી કાકડા ઉપર લગાડવી.

- અવાજ બેસી જવો એટલે સ્વરપેટીને સોજો આવી જવો.

અવાજ બેસી જવાનાં કારણ 

*જે કારણોથી ગળાનું ઈન્ફેક્શન થાય તે કારણોથી અવાજ પણ બેસી શકે છે.
*એક સાથે વધું પડતું બોલવું.
*ધૂમ્રપાનનું વ્યસન હોવું.

અવાજ બેસી જવાનાં ઉપચાર 

નોંધ:- વધુ ઠંડાં, ખાટાં-ખારાં અને તીખા પદાર્થો ન લેવાં.

1. ગરમ કરેલા દૂધમાં થોડી હળદર નાખી પીવું.
2. સાકરની ગાંગડી, એલચી, તજ અથવા લવિંગ મોંમાં રાખીને ચૂસવા.
3. પાકું દાડમ ખાવું અથવા દાડમની છાલ ચગળવી.
4. બોરડીની છાલ ચૂસવી.
5. ભોજન કર્યા પછી મરીનું ચૂર્ણ ઘી સાથે ચાટવું.
6. રાત્રે શેકેલા ચણા ખાઈ ઉપર ગરમ પાણી પીવું.
7. ફૂલાવેલી ફટકડીનો ભૂકો કરી, તેનો 1 ચમચી પાવડર પાણીમાં હલાવીને કોગળા કરવા.
8. જેઠી મધનું લાકડું ચૂસવું.

સાવધાની

ગળું પકડાઈ જવું, અવાજ બેસી જવો, કાકડા આવી જવા વગેરે તકલીફોમાં નીચે મુજબની સાવધાની રાખવી :

*આ બીમારીઓમાં હિંમતપૂર્વક એક ઉપવાસ તો કરવો, તેનાથી રોગપ્રતિકારકશક્તિ વધશે અને ઓછા સમયમાં રાહત થશે.

*ઠંડી, તળેલી અને ગણપણવાળી વાનગીઓનો ત્યાગ રાખવો.
* તરસ લાગે ત્યારે સૂંઠનું ઉકાળેલું પાણી પીવું.
*કકડીને ભૂખ લાગે ત્યારે જ જમવું.
* ઉજાગરાથી બચવું અને દિવસે સૂવાની આદત ટાળવી.

*કાકડા 70 ટકા થી 75 ટકા વાઈરલ ઈન્ફેક્શનના કારણે થતાં હોય છે તથા 10 થી 30 ટકા બેક્ટેરિયલ ઈન્ફેક્શનના કારણે થતા હોય છે. તેથી વાઈરલ ઈન્ફેક્શનના કારણે થયેલા કાકડામાં એન્ટિબાયોટિક દવાઓ કોઈ કામમાં આવતી નથી.