બોલિવૂડ ઘણી એક્ટ્રેસ એમના શરીરના વિવિધ ભાગો પર ટેટૂ દોરાવે છે. જોકે આ ટેટૂ ફક્ત ફેશન સ્ટેટમેન્ટ નથી, પરંતુ તેમના અંગત જીવન સાથે જોડાયેલી સ્ટોરીને ક્નેક્ટ કરે છે. આજે આવી જ કેટલીક એક્ટ્રેસ વિશે વાત કરીએ જેમના ટેટૂમાં ઊંડા અર્થ અને રસપ્રદ રહસ્યો છુપાયેલા છે.
બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સિનિયર ગણાતી એક્ટ્રેસ ફક્ત તેમના અભિનય અને ફેશનથી જ નહીં,પરંતુ ઘણીવાર તેમના ટેટૂ સ્ટાઇલથી પણ ચાહકોને ઈમ્પ્રેસ કરે છે. ઈન્ડસ્ટ્રીમાં ઘણી એક્ટ્રેસ છે જેમના ટેટૂએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. આ ટેટૂ ફક્ત તેમના શરીર પરના નિશાન નથી.

તૃપ્તિનું દમદાર ટેટૂ

બોલિવૂડની ડાન્સર એક્ટ્રેસ મલાઈકા અરોરાથી લઈને સામન્થા રૂથ પ્રભુ સુધી, ઘણી બ્યૂટીફુલ એક્ટ્રેસ છે જેમના શરીરના વિવિધ ભાગો પર ટેટૂ છે.બોલીવુડ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીના લાખો ફોલોઅર્સ છે. તેના શરીર પર એક ટેટૂ છે. એક ડિઝાઇન જેમાં તેમના જમણા ખભા પર સૂર્ય અને ચંદ્ર છે - જે ખૂબ જ સુંદર લાગે છે. આ ટેટૂ સૂર્યના પ્રકાશ અને ચંદ્રના તેજનું પ્રતીક છે.અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ પણ આ યાદીમાં છે.

એક્ટ્રેસે ફક્ત એક કે બે નહીં, પરંતુ ત્રણ ટેટૂ બનાવ્યા હતા.'YMC' લખેલું પહેલું ટેટૂ, તેણીએ તેના ભૂતપૂર્વ પતિ, નાગા ચૈતન્ય સાથે અભિનય કરેલી પહેલી ફિલ્મનું શીર્ષક રજૂ કરતું હતું. તે જ સેટ પર જ્યાંથી તેમની પ્રેમકથા શરૂ થઈ હતી. પછીથી આ ટેટુ તેને દૂર કરી દીધું. બીજા ટેટૂ પર 'ચાય' લખેલું હતું, જે નામ નાગા ચૈતન્ય સાથે પણ જોડાયેલું છે. ત્રીજા ટેટૂમાં બે તીર છે, જે "તમારી પોતાની ઓળખ બનાવવા" ના એક મેસેજનું પ્રતીક છે.
લેટિન ભાષામાં ટેટૂ
મિસ યુનિવર્સ અને બોલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેને પણ ઘણા ટેટૂ કરાવ્યા છે, પરંતુ જે ટેટૂએ સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે તે લેટિનમાં લખાયેલું છે. તે "ઓટ વિઆમ ઇન્વેનિયમ ઓટ ફેસિયમ" લખે છે, જેનો અર્થ થાય છે, હું એક રસ્તો શોધીશ અથવા જાતે એક બનાવીશ.બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે પણ પોતાની ગરદન પર પીંછા, મુગટ અને તલવાર સાથેનું ટેટૂ બનાવ્યું છે.

અભિનેત્રીએ પોતે આ ટેટૂ પાછળની વાર્તા શેર કરી છે. એક્ટ્રેસે સમજાવ્યું કે શરૂઆતમાં ગરદનના પાછળના ભાગમાં ફક્ત બે પાંખો શાહીથી ભરેલી હતી, પરંતુ તેનું કોઈ ખાસ મહત્વ નહોતું. પછીથી, ડિઝાઇનમાં એક મુગટ ઉમેર્યો. હજુ પણ કંઈક ખૂટતું હોવાનું અનુભવતા, તેણીએ ટેટૂમાં એક તલવાર પણ સામેલ કરી હતી. આ ટેટૂ પીડા પછી ઉભરતા તેજનું પ્રતીક છે. બોલીવુડ એક્ટ્રેસ મલાઈકા અરોરાના શરીર પર પણ અનેક ટેટૂ છે. પાંસળીઓ પર ત્રણ ઉડતા પક્ષીઓનું ટેટૂ ખૂબ જોરદાર લાગે છે અને દરેકનું ધ્યાન ખેંચે છે.આ ટેટૂ મુક્તપણે જીવવાનું પ્રતીક છે.