મુંબઈઃ તમિલ સિનેમાના દમદાર સુપરસ્ટાર અને રાજનેતા વિજયની છેલ્લી ચર્ચિત ફિલ્મ 'જન નાયકન' થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. 23 જુલાઈએ રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા જ દિવસે રૂપિયા 42.7 કરોડની તોતિંગ ઓપનિંગ મેળવીને બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત કરી હતી. જોકે, વર્કિંગ ડે હોવાને કારણે બીજા દિવસે કમાણીમાં થોડો ઘટાડો નોંધાયો છે, તેમ છતાં ફિલ્મ માત્ર બે જ દિવસમાં ભારતમાં રૂપિયા 50 કરોડ નેટનો આંકડો વટાવી ગઈ છે.
ભારતીય બોક્સ ઓફિસ પર રૂપિયા 63 કરોડનું કલેક્શ
ભારતીય બોક્સ ઓફિસની વાત કરવામાં આવે તો, બીજા દિવસનું ભારતમાં નેટ કલેક્શન રૂપિયા 21.15 કરોડ રહ્યું છે. જ્યારે બે દિવસનું કુલ ભારતીય નેટ કલેક્શન રૂપિયા 63.85 કરોડ રહ્યું છે. વિદેશની વાત કરવામાં આવે તો, શુક્રવારે આ ફિલ્મે આંતરરાષ્ટ્રીય સ્તરે રૂપિયા 10 કરોડની કમાણી કરી હતી. આ સાથે 'જન નાયકન'નું વિશ્વભરનું (Worldwide Gross) કલેક્શન રૂપિયા 112.50 કરોડ સુધી પહોંચી ગયું છે.

બીજા દિવસે થિયેટરોમાં પ્રેક્ષકોનો રિસ્પોન્સ
શુક્રવારે દેશભરમાં ફિલ્મની સરેરાશ ઓક્યુપન્સી 44.33% રહી હતી. દિવસ આગળ વધવાની સાથે જ થિયેટરોમાં દર્શકોની ભીડ વધતી જોવા મળી હતી. વિગતે જોઈએ તો મોર્નિંગ શૉમાં 32.77%, આફ્ટરનૂન શૉમાં 37.23%, ઈવનિંગ શૉમાં 47.00% અને નાઈટ શૉમાં 60.31% (સૌથી વધુ) ઓક્યુપન્સી રહી હતી,
તમિલ ભાષામાં સૌથી વધુ કમાણી કરી
સાઉથ ઈન્ડિયામાં વિજયની ફેન ફોલોઈંગને કારણે બીજા દિવસે પણ તમિલ ભાષામાં કમાણીમાં સૌથી આગળ રહી હતી. વિગતે આંકડો જોઈએ તો, તમિલ ભાષામાં રૂપિયા 17.95 કરોડ, હિંદી ભાષામાં રૂપિયા 1.85 કરોડ, તેલુગુ ભાષામાં રૂપિયા 1.35 કરોડની કમાણી થઈ છે.

વિજયની 30 વર્ષની સિનેમેટિક સફરનો આખરી અધ્યાય
એચ. વિનોદના નિર્દેશનમાં બનેલી આ માસ એક્શન ડ્રામા ફિલ્મ વિજયના 3 દાયકામાં કેરિયરની આખરી ફિલ્મ છે. 60થી વધુ સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ હવે તેઓ પૂર્ણ સમય રાજકારણમાં સક્રિય થશે. ફિલ્મમાં અનિરુદ્ધ રવિચંદરનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે, જ્યારે પૂજા હેગડે, બોબી દેઓલ, મમિતા બૈજુ, પ્રિયામણી, ગૌતમ વાસુદેવ મેનન અને પ્રકાશ રાજ જેવા દિગ્ગજ કલાકારોએ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. મિશ્ર પ્રતિસાદ મળ્યો હોવા છતાં, વીકેન્ડમાં ફિલ્મ હજુ પણ મોટો રેકોર્ડ બનાવી શકે તેમ છે.