નવી દિલ્હી: દેશમાં નીટ પેપર લીક બાદ કેન્દ્ર સરકાર સતત પરીક્ષા પધ્ધતિમાં સુધારની દિશામાં કાર્યરત છે. આ દરમિયાન પીએમ મોદીએ એક વિડીયો સંદેશના માધ્યમથી મહત્વની જાહેરાત કરી છે. જેમાં નંદન નિલેકણીના નેતૃત્વમાં પરીક્ષા સુધારા અંગે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. તેમજ સોમવારે પેપર લીક અંગે કડક કાયદો રજૂ કરવામાં આવશે.
હાઇ પાવર ટાસ્ક ફોર્સની રચના
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પરીક્ષા પ્રણાલીમાં સુધારા અંગે એક નવો વીડિયો રિલીઝ કર્યો છે. જેમાં તેમણે જાહેરાત કરી કે પરીક્ષા સુધારાઓની દેખરેખ માટે નંદન નિલેકણીના નેતૃત્વમાં હાઇ પાવર ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.
HIGH POWERED TASK FORCE on examination reforms under the leadership of Shri Nandan Nilekani constituted.@NandanNilekani pic.twitter.com/mMpmPdIEL5
— Narendra Modi (@narendramodi) July 26, 2026
વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પ્રયાસ
તેમણે જણાવ્યું હતું કે ભારત સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે સતત વિવિધ પગલાં લઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારાઓ હાલમાં જેલમાં છે.
આંદોલન પૂરું, તંબુ સમેટાણા! ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી કેવો છે જંતર-મંતરનો માહોલ? | Jantar Mantar | CJP
— Mumbai Samachar Official (@Samachar_Mumbai) July 26, 2026
જ્યાં ગઈકાલ સુધી હજારો વિદ્યાર્થીઓ અને આંદોલનકારીઓના અવાજ ગૂંજતા હતા, આજે એ જંતર-મંતર એકદમ સૂમસામ થઈ ગયું છે...
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ… pic.twitter.com/8EUViuNyCE
ફાસ્ટ-ટ્રેક કોર્ટની રચનાની જાહેરાત
આ ઉપરાંત આ હેતુ માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટની રચનાની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાને જણાવ્યું હતું કે સરકાર સંસદમાં નવો કાયદો ઘડવા તરફ પણ આગળ વધી રહી છે જેમાં કડક કાનૂની જોગવાઈઓ હશે.
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ભવિષ્યને ધ્યાનમાં રાખીને પરીક્ષા પ્રણાલીને વિશ્વસનીય, પારદર્શક અને ટેકનોલોજી-આધારિત બનાવવી ખૂબ જ જરૂરી છે. આ પાસાઓને ધ્યાનમાં રાખીને વિશ્વ વિખ્યાત ટેકનોલોજી નિષ્ણાત નંદન નિલેકણીના નેતૃત્વમાં એક હાઇ પાવર ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાઇ પાવર ટાસ્ક ફોર્સની ભૂમિકા
આ ટાસ્ક ફોર્સ પરીક્ષા સુધારાઓ પર કામ કરશે. ભવિષ્યની પરીક્ષાઓની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે તેના અહેવાલના આધારે શક્ય તેટલી વહેલી તકે જરૂરી પગલાં લેવામાં આવશે.