Sun Jul 26 2026

Logo

નેપાળમાં ભારતીય કરન્સી માટે નવા નિયમો લાગુ, જાણો વિગતો

Dhaka   2026-07-26 16:49:40
Author: Chandrakant Kanoja
Article Image

ઢાકા: ભારત અને નેપાળ વચ્ચે મુસાફરી અને વેપાર કરતાં લોકો માટે મહત્વના સમાચાર આવ્યા છે. જેમાં હવે નેપાળના નાગરિકો 9 નવેમ્બર 2016 પછી ભારતે બહાર પાડેલી રૂપિયા 200 અને 500ની 25,000 સુધીની ચલણી નોટોને નેપાળ રાષ્ટ્ર બેંકે લઇ દેશમાં લાવવાની મંજૂરી આપી છે. 

નિયમો સ્પષ્ટ કરતી એક જાહેર સૂચના જાહેર કરી 

આ અંગે નેપાળ રાષ્ટ્ર બેંકે(NRB)નિયમો સ્પષ્ટ કરતી એક જાહેર સૂચના જાહેર કરી છે. જેમાં કેન્દ્રીય બેંકે સ્પષ્ટતા કરી છે કે 8 નવેમ્બર 2016 પહેલા બહાર કરાયેલી રૂપિયા 500 અને  રૂપિયા 1,000 ની ભારતીય ચલણી નોટો પહેલાની જેમ જ પ્રતિબંધિત રહેશે.આ જૂની નોટો નેપાળમાં કે બહાર લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

ત્રીજા દેશમાં ભારતીય ચલણ લઈ જવાની મંજૂરી નહિ 

તેમજ બેંકની નવી સૂચના મુજબ નેપાળી નાગરિકોને ફક્ત ભારતમાંથી જ ભારતીય ચલણ નેપાળમાં લાવવાની પરવાનગી આપવામાં આવશે. તેમને નેપાળથી કોઈપણ ત્રીજા દેશમાં ભારતીય ચલણ લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

સરહદ પાર રોકડ વ્યવહારોની પ્રક્રિયા પણ સરળ બનશે

નેપાળ રાષ્ટ્ર બેંકના પ્રવક્તા ગુરુ પ્રસાદ પૌડેલે જણાવ્યું હતું કે નવા નિયમોથી નેપાળની મુલાકાત લેતા ભારતીય પ્રવાસીઓ અને ભારત સાથે વેપાર કરતા નેપાળી નાગરિકોને ઘણો ફાયદો થશે. આનાથી સરહદ પાર રોકડ વ્યવહારોની પ્રક્રિયા પણ સરળ બનશે. 

આ નવી સૂચના હેઠળ નેપાળી નાગરિકો અને વિદેશી પ્રવાસીઓ કસ્ટમ્સમાં જાહેરાત  વિના નેપાળમાં 5,000 અમેરિકન ડોલર અને તેના જેટલું વિદેશી ચલણ લાવી શકશે. જોકે, આ મર્યાદાથી વધુ રકમની જાહેરાત કસ્ટમ અધિકારીઓને ફરજિયાત કરવાની રહેશે.