Mon Jul 27 2026

Logo

યશસ્વીનું આ બૉલીવૂડ અભિનેત્રી સાથે ડેટિંગ ચાલે છે? અફવા વાઇરલ થઈ

2026-07-27 17:44:22
Author: Ajay Motiwala
Article Image

મુંબઈઃ 24 વર્ષનો આક્રમક અને ભરોસાપાત્ર લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટ્સમૅન યશસ્વી જયસ્વાલ હાલમાં ભારતની ટી-20 ટીમમાં નથી એટલે તેનું વેકેશન ચાલી રહ્યું છે અને એમાં સ્વાભાવિક છે કે તે પર્સનલ લાઇફમાં જ વ્યસ્ત હોય, પરંતુ જેમ કોઈ સેલિબ્રિટી વિશે કંઈક અનોખું કે અજુગતું જોવા મળે તો તેની વાતો વાઇરલ થયા વગર રહેતી નથી અને યશસ્વી સાથે પણ આવું જ બન્યું.

યશસ્વી જયસ્વાલ થોડા દિવસ પહેલાં બૉલીવૂડ અભિનેત્રી મૃણાલ ઠાકુર સાથે ડિનર પર ગયો એવો વાઇરલ થતાં સોશ્યલ મીડિયામાં તે આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે. તેઓ ડિનર બાદ રેસ્ટોરાંમાંથી બહાર આવી રહ્યા હતા એ ક્ષણોને અલગ અલગ રીતે વીડિયોમાં જોવા મળતાં મીડિયામાં યશસ્વી વાઇરલ થયો છે અને એ વીડિયો પરથી ફોટોગ્રાફ પણ બનાવીને વાઇરલ કરી દેવામાં આવ્યા છે.

એવી વાત ઉડી છે કે યશસ્વી (Yashasvi)નું અભિનેત્રી મૃણાલ ઠાકુર (Mrunal Thakur) સાથે ડેટિંગ ચાલે છે. બન્નેના ચાહકોએ પ્રતિક્રિયા અને સ્ટોરીઓથી મીડિયા પર આક્રમણ કર્યું છે. જોકે યશસ્વી કે મૃણાલ બેમાંથી કોઈએ પણ આ બાબતમાં કોઈ પણ પ્રકારનું સમર્થન નથી આપ્યું અને તેમની સંભવિત રિલેશનશિપ બાબતમાં કોઈ પુષ્ટિ પણ નથી મળી.

`એક્સ' અને `ઇન્સ્ટાગ્રામ' પર યુઝર્સ એ જાણવા માગે છે કે યશસ્વી-મૃણાલ રિલેશનશિપમાં છે કે શું? કેટલાકના મતે બન્નેએ માત્ર મિત્ર તરીકે સાથે ડિનર લીધું હશે. બીજા અમુકનું માનવું છે કે બન્ને જણ જાહેરમાં સાથે જોવા મળ્યા એટલે જરૂર કંઈક તો છે જ.

દરમ્યાન, ઑગસ્ટમાં ભારતની ટેસ્ટ ટીમ શ્રીલંકાના પ્રવાસે જશે અને યશસ્વી ઓપનિંગ જોડીમાં જરૂર જોવા મળશે. છેલ્લે તે અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝમાં રમ્યો હતો.