Sat Jun 20 2026

Logo

આખરે 16 વર્ષ બાદ સ્ક્રિન પર દેખાશે રેંચો, ઓલ ઈઝ વેલ પછી ક્યો મેસેજ આપશે '3 ઈડિયટ્સ'ની સિક્વલ

2026-06-19 22:25:16
Author: mumbai samachar team
Article Image

મુંબઈઃ બોલિવૂડની વન ઓફ ધ બિગેસ્ટ બ્લોકબસ્ટર ફિલ્મ '3 ઈડિયટ્સ'ના સીક્વલને લઈને ડાયરેક્ટર રાજકુમાર હિરાણીએ એક મોટું અને રસપ્રદ અપડેટ આપ્યું છે. '3 ઈડિયટ્સ'ની સિક્વલ ફિલ્મમાં પત્ની અને બાળકો સાથે રેંચો જોવા મળશે. આ ફિલ્મમાં લીડ એક્ટર્સની કોઈ કૉલેજ લાઈફની વાત નહીં હોય એવી વાત સામે આવી રહી છે. ફિલ્મનિર્માતા રાજકુમાર હિરાણી અને તેમના રાઇટર અભિજાત જોશી અત્યારે ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. આ સ્ક્રિપ્ટમાં એ બતાવવામાં આવશે કે રેંચો, ફરહાન અને રાજુ 15-20 વર્ષ પછી પોતાની જિંદગીમાં શું કરી રહ્યા છે.ત્રણેય કલાકારોની કૉલેજ પછીની લાઈફની અહીંયા વાત કરવામાં આવી છે. 

આવું બન્યું હતું છેલ્લે
વર્ષ 2009માં આવેલી મૂળ ફિલ્મમાં આમિર ખાન('રેંચો') લદ્દાખમાં શિક્ષક/વૈજ્ઞાનિક બન્યો, આર. માધવન ('ફરહાન') વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર અને શરમન જોશીનો('રાજુ') પોતાની કરિયરમાં સેટલ થઈ ગયો હતો.હવે આ પછીની વાર્તા આ ફિલ્મમાં જોવા મળવાની છે. વિષય શું રહેશે  એ અંગે ડાયરેક્ટરે કોઈ પ્રકારની ઝલક જાહેર કરી નથી. રાજકુમાર હિરાણીએ જણાવ્યું કે,હું હજુ પણ એ સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છું, ઘણું કામ બાકી છે.આ પછી બધુ ફાયનલ થશે.આ ફિલ્મ કૉલેજ વિશે બિલકુલ નથી.15-20 વર્ષ પછી આ પાત્રોનું શું થાય છે.એના પર સમગ્ર વાર્તાનું ફોક્સ રહેલું છે.હવે તેઓ પરણિત છે, તેમને બાળકો છે અને તેઓ મિડ-લાઇફ ક્રાઇસિસ માંથી પસાર થઈ રહ્યા છે.હવે આ કિસ્સાઓ ક્યા છે એ ફિલ્મમાં જોવા મળશે.

ફિલ્મમાં પણ મેસેજ હશે?
શું આ સીક્વલમાં પણ કોઈ મોટો મેસેજ હશે? એવું જ્યારે હિરાણીને પૂછવામાં આવ્યું કે તો તેમણે હસીને કહ્યું,"બિલકુલ,એક બહુ જ મોટો મેસેજ હશે!", આના પરથી એવું અનુમાન લગાવવામાં આવે છે આ ફિલ્મમાં પેરેન્ટિગને લઈને કોઈ મોટી વાત હોઈ શકે છે.  એવી આશા છે કે આ સીક્વલમાં આમિર ખાન, આર. માધવન, શરમન જોશી અને કરીના કપૂર ખાન પોતાના જૂના રોલમાં પાછા ફરશે.હવે તેમનો અવતાર બદલી ચૂક્યો છે અને તેઓ એક સિનિયર સિટિઝન તરીકે પણ જોવા મળી શકે છે. આ પરથી કેટલાક કિસ્સાઓ પણ ક્નેક્ટ થઈ શકે છે. જોકે, ચતુર (ઓમી વૈદ્ય), વાયરસ (બોમન ઈરાની) જેવા અન્ય પાત્રો જોવા મળશે કે નહીં તે હજુ નક્કી નથી.

સિક્વલ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે લોકો
આ ફિલ્મ 25 ડિસેમ્બર 2009ના રોજ રિલીઝ થઈ હતી.વાર્તા પ્રખ્યાત લેખક ચેતન ભગતની નોવેલ 'ફાઇવ પોઇન્ટ સમવન'પર આધારિત હતી. ભારતીય સિનેમાના ઇતિહાસમાં ₹300 કરોડ ક્લબની શરૂઆત આ ફિલ્મથી થઈ હતી. આ ફિલ્મે ટૂંક જ સમયમાં 200 કરોડની કમાણી કરી લીધી હતી. દુનિયાભરમાં અંદાજે ₹400 કરોડથી વધુનું કલેક્શન કરીને ઇતિહાસ રચ્યો હતો. આમીરના ફિલ્મી કેરિયરની વાત કરવામાં આવે તો 'લાલ સિંહ ચડ્ડા'ફિલ્મ છેલ્લે આવી હતી. જ્યારે આર. માધવન 'ધુરંધર' ફિલ્મના બન્નેભાગમાં જોવા મળ્યો હતો. શરમન જોષીએ 'આંખ મિચોલી' નામની વેબસિરીઝ કરી હતી. જ્યારે કરીનાએ છેલ્લે 'ક્રૂ' નામની ફિલ્મમાં દમદાર એક્ટિંગ કરી હતી. 16 વર્ષ પછી પણ '3 ઇડિયટ્સ' લોકોના દિલમાં એટલી જ તાજી છે, તેથી તેની સિક્વલને લઈને આખા દેશના સિનેમાપ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે.