Sat Jun 20 2026

Logo

ગુજરાતમાં 24 કલાકમાં 52 તાલુકા પાણી-પાણી, જાણો ક્યાં તૂટી પડ્યો સૌથી વધુ વરસાદ?

2026-06-20 08:23:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ,  આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ગળતેશ્વરમાં નોંધાયો હતો. ગળતેશ્વરમાં 2.91 ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના 45 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો.

ક્યાં પડ્યો કેટલો વરસાદ

ખેડાના ગળતેશ્વરમાં 2.91 ઇંચ, પંચમહાલના કલોલમાં 2.52 ઇંચ, પંચમહાલના ગોધરામાં 2.48 ઇંચ, છોટાઉદેપુરના બોડેલીમાં 2.2 ઇંચ, પંચમહાલના મોરવા (હડફ)માં 1.89 ઇંચ, પંચમહાલના ઘોઘંબામાં 1.69 ઇંચ, વડોદરાના ડેસરમાં 1.3 ઇંચ વરસાદ વરસ્યો હતો.

45 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ

રાજ્યમાં 45 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો. તિલકવાડામાં 0.98 ઇંચ, ફતેપુરામાં 0.94 ઇંચ, દાહોદમાં 0.94 ઇંચ, ગોવિંદગુરુ લીંબડીમાં 0.94 ઇંચ, સંજેલીમાં 9.83 ઇંચ, કામરેજમાં 0.79 ઇંચ, સંતરામપુરમાં 0.79 ઇંચ, ગરુડેશ્વરમાં 0.71 ઇંચ, જાંબુઘોડામાં 0.67 ઇંચ, લીમખેડામાં 0.63 ઇંચ, શેહરામાં 0.59 ઇંચ, હાલોલમાં 0.59 ઇંચ, લાઠીમાં 0.51 ઇંચ, ઝાલોદમાં 0.51 ઇંચ, સુખસરમાં 0.51 ઇંચ વરસાદ વરસ્યો હતો.

જેતપુર પાવીમાં 0.47 ઇંચ, ગોધરમાં 0.43 ઇંચ, છોટાઉદેપુરમાં 0.43 ઇંચ, ગરબાડામાં 0.39 ઇંચ, દેવગઢબારીયામાં 0.39 ઇંચ, શિંગવાડમાં 0.39 ઇંત, વલ્લભીપુરમાં 0.31 ઇંચ, કડવલમાં 0.31 ઇંચ, ફાગવેલમાં 0.28 ઇંચ, ડેડિયાપાડામાં 0.28 ઇંચ, ગણદેવીમાં 0.28 ઇંચ, નસવાડીમાં 0.28 ઇંચ,  સંખેડામાં 0.28 ઇંચ, વિરમગામમાં 0.24 ઇંચ, ઘોઘામાં 0.24 ઇંચ, લુણાવાડામાં 0.24 ઇંચ, વાઘોડિયામાં 0.20 ઇંચ, સુરત શહેરમાં 0.20 ઇંચ, ભાવનગરમાં 0.16 ઇંચ, શિહોરમાં 0.16 ઇંચ, ધનપુરમાં 0.16 ઇંચ, નાંદોદમાં 0.16 ઇંચ, ચીખલીમાં 0.16 ઇંચ, સુત્રાપાડામાં 0.16 ઇંચ, વિરપુરમાં 0.16 ઇંચ, કવાંટમાં 0.16 ઇંચ, સુવાલીમાં 0.08 ઇંચ, ડભોલીમાં 0.04 ઇંચ, વલસાડમાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો હતો.

આજે ક્યાં છે વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 6 દિવસ સુધી રાજ્યના જુદા જુદા જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે 21 અને 22 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ત્યારબાદ 26મી જૂન સુધી  દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.