Sat Jun 20 2026

Logo

રાજકોટમાં નોટબંધી વખતે 8 લાખની નોટો સાથે પકડાયેલાને 2 વર્ષની કેદઃ છૂટવાનો રસ્તો હતો પણ જીદના કારણે જેલવાસ

2026-06-20 09:36:00
Author: Mayur Patel
Article Image

રાજકોટઃ શહેરમાં એક આશ્ચર્યનજક કિસ્સો સામે આવ્યો હતો. નોટબંધી વખતે 8 લાખની નોટો સાથે પકડાયેલા યુવકને 2 વર્ષની કેદ થઈ હતી. યુવક પાસે છૂટવાનો રસ્તો હતો પણ જીદના કારણે જેલવાસ થયો હતો. 

શું છે સમગ્ર મામલો

નોટબંધી વખતે રાજકોટ પોલીસે એક યુવકને 8.35 લાખની નોટો સાથે પકડ્યો હતો. તેની પાસેથી નવી બહાર પાડવામાં આવેલી રૂ. 2000ની 400 નોટો મળી હતી. જે બાદ તેના વિવિધ તારીખોએ પોલીસે નિવેદન નોંધ્યા હતા. તમામ નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો.

શરૂઆમાં તેણે પ્રોવિઝન સ્ટોર્સ ચલાવતો હોવાનું અને 3 લાખ મિત્ર પાસેથી ઉછીના તથા બાકીના રૂપિયા ગ્રાહકો પાસેથી આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ પછી જ્યારે કેશ બુક અને બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી ત્યારે નોટબંધી બાદ માત્ર 1.14 લાખ રૂપિયા જ જમા થયા હતા. આ ઉપરાંત કયા મિત્રએ 3 લાખ રૂપિયા આપ્યા તેનો પુરાવો આપી શક્યો નહોતો.હિસાબના ચોપડા રાખવા બાબતે પણ તેણે વારંવાર બદલાતા અને ખોટા જવાબો આપ્યા હતા. આ ઉપરાંત તે 2000ની નવી નોટો ક્યાંથી લાવ્યો તેનો કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો.

તપાસ દરમિયાન આવકવેરા અધિકારીઓ દ્વારા 50 ટેક્સ ભરીને નાણાં કાયેદસર કરવાનો વિકલ્પ આપ્યો હતો. પરંતુ ટેક્સ કન્સલટન્ટ સાથે વાત કર્યા બાદ આમ કરવાની ના પાડી હતી. આરોપીના વકીલે દલીલ કરી હતી કે આકારણીની અપીલ બાકી હોવાથી કેસ ચાલી શકે નહીં. જોકે ન્યાયાધીશે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો આપી દલીલ ફગાવી દીધી હતી. કોર્ટે પુરાવાના આધારે આરોપીને દોષિત જાહેર કરીને રૂપિયા 10 હજારનો દંડ  ફટકાર્યો હતો. તેમજ 2 વર્ષની જેલની સજા ફટકારી હતી.