દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના વડા મોહન ભાગવતે કર્ણાટકના ગૃહ મંત્રી પ્રિયાંક ખડગેના આરોપો પર વળતો પ્રહાર કર્યો છે. તેમજ આ અંગે પ્રતિક્રિયા આપણે તેમણે જણાવ્યું કે કર્ણાટકમાં આરએસએસની નોંધણીની માંગ રાજકારણથી પ્રેરિત છે.
મિડલ ઇસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત થવાની શક્યતા છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. જ્યારે ઇરાને પણ આ બાબત સ્વીકારી છે. જેની બાદ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવર સરળતાથી શરૂ થઈ ગઈ છે.
દાઉદી વ્હોરા સમુદાયના 53મા આધ્યાત્મિક ગુરુ (દાઈ અલ-મુતલક) અને ઉત્તરાધિકારના વિવાદ પર વર્ષ 2024માં ઐતિહાસિક ચુકાદો આપનારા બોમ્બે હાઈકોર્ટના નિવૃત્ત જજ ગૌતમ પટેલ અને તેમના પરિવારને જાનથી મારવાની ધમકી મળી છે. આ ગંભીર મામલાને પગલે મહારાષ્ટ્ર સરકારે જસ્ટિસ પટેલ અને તેમના પરિવારને ચોવીસ કલાક પોલીસ સુરક્ષા પૂરી પાડી છે.
પશ્ચિમ બંગાળના કોલકાતામાં મમતા બેનર્જી સરકાર સમયે ખૂબ ચર્ચામાં રહેલા આરજી કર મેડીકલ કોલેજમાં ટ્રેઇની ડોકટર પર રેપ અને હત્યાના કેસની પુન: તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગે સીબીઆઇ સક્રિય થઇ છે. જેમાં સીબીઆઇ અધિકારીઓ આરજી કર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલની ઓફિસની મુલાકાત લીધી હતી.
ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે "વિકસિત ગુજરાત ઈન્ડસ્ટ્રીઅલ પોલિસી 2026" મહાત્મા મંદિર ગાંધીનગર જાહેર કરવામાં આવી હતી. જેમાં સ્ટાર્ટઅપ સહાય અને MSME ક્ષેત્રના સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં રાજ્યના આગામી વર્ષોના ઔદ્યોગિક વિકાસના રોડમેપ દર્શાવવામાં આવ્યો છે.
ભારતમાં કોકરોચ જનતા પાર્ટીની સ્થાપના કરીને ચર્ચામાં આવેલા તેના સ્થાપક અભિજીત દીપકેને જયપુરમાં વિરોધ પ્રદર્શન દરમિયાન લોકો દ્વારા માર મારવામાં આવ્યો છે. અભિજીત દીપકે જયપુરમાં આયોજિત NEET પેપર લીક, શિક્ષણ પ્રણાલી અને બેરોજગારી જેવા મુદ્દા પરના પ્રદર્શનમાં હિસ્સો લેવા પહોંચ્યા હતા. જેમાં ભીડમાં હાજર લોકોએ તેમને વારંવાર થપ્પડ મારી હતી.
મિડલ ઈસ્ટના અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના અંતની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ અંગે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે સંસદમાં જાહેરાત કરી છે કે પાકિસ્તાન સ્વિટ્ઝર્લૅન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર સમારોહનું આયોજન કરશે.
મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસુ સત્ર 22 જૂનથી શરૂ થશે અને 10 જુલાઈના સમાપ્ત થશે. રાજ્ય વિધાનસભાના બંને ગૃહોની બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને સુનેત્રા પવાર હાજર.
પીએમ મોદી અને સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકોએ બ્રાતિસ્લાવા કિલ્લા ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠક બાદ પીએમ મોદીએ જણાવ્યું હતું કે ટેક્નોલોજી એ આપણી ભાગીદારીનો મહત્વનો આધારસ્તંભ છે. તેમણે આ મુલાકાતને ઐતિહાસિક ગણાવી અને ભારત-EU FTA ને અંતિમ સ્વરૂપ આપવામાં સ્લોવાકિયાના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો.
બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે 16 વર્ષની નાની ઉંમરના બાળકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં હવે 16 વર્ષથી નાની ઉંમરમાં બાળકો સોશિયલ મીડિયા એપ્સ નહિ વાપરી શકે. બ્રિટનના વડાપ્રધાને જાહેરાત કરી છે કે હવે 16 વર્ષથી નાની ઉંમરના તમામ બાળકો માટે સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. જેથી તેમની જીવનમાં ખુશી અને સુરક્ષા બની રહે.
પાકિસ્તાનની સેના દ્વારા પીઓકેમાં કરવામાં આવી રહેલી કાર્યવાહીનો વૈશ્વિક મંચ પર પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં લંડનમાં બ્રિટિશ કાશ્મીરીઓએ બેનરો સાથે વિરોધ માર્ચ કરી હતી. તેમણે પાકિસ્તાની સેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
શ્રીલંકા - A સામેની મેચમાં ઈન્ડિયા- A 49.2 ઓવરમાં 261 રનમાં ઓલઆઉટ થયું હતું. વૈભવ સૂર્યવંશી ફરી ફ્લોપ ગયો હતો. તેણે 14 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 21 રન બનાવ્યા હતા.સૂર્યાંશ શેડગેએ સૌથી વધુ 72 રન (66 બોલ, 3 ચોગ્ગા અને 2 છગ્ગા) બનાવ્યા હતા.
તામિલનાડુના મુખ્યમંત્રી વિજય અને તેમનાથી અલગ થઈ ચૂકેલા પત્ની સંગીતા સોરનાલિંગમની છૂટાછેડાની અરજી પર થનારી સુનાવણી 7 ઓગસ્ટ સુધી ટાળી દેવામાં આવી છે. સોમવારે સવારે 10.30 વાગ્યે ચેંગલપટ્ટુ મહિલા અદાલતમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ તરત જ તેને સ્થગિત કરી દેવાઈ હતી. છૂટાછેડાની આ કાર્યવાહી સંગીતા દ્વારા ફેબ્રુઆરીમાં દાખલ કરવામાં આવેલી અરજી પર થઈ રહી છે, જેમાં તેમણે વિજયનું એક્સ્ટ્રા-મેરિટલ અફેર હોવાનો આરોપ લગાવ્યો હતો.
સપ્તાહના પ્રથમ સેશનમાં ઇરાન અને અમેરિકાની ડીલથી સેન્સેક્સ-નિફ્ટીમાં શાનદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ 1200 પોઇન્ટ વધી 76,725.27ની સપાટીએ ઓપન થયો છે. અગાઉના સેશનમાં સેન્સેક્સ 75,527.95ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી પણ અગાઉના બંધ 23,622.90ની સપાટીએથી 361.95 પોઇન્ટ વધી 23,984.85ની સપાટીએ ખુલ્યો છે. ક્રૂડના ભાવોમાં કડાકાથી પણ માર્કેટને સપોર્ટ મળ્યો છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર પર સહમતિ બની ગઈ છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આની જાહેરાત કરી છે. આ સાથે જ ટ્રમ્પે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા હોર્મુઝની સામુદ્રધુની (સ્ટ્રેટ ઓફ હોર્મુઝ) ને દુનિયાભરના વેપારી જહાજો માટે સંપૂર્ણ રીતે ખોલવાની અને અમેરિકન નૌસેના દ્વારા કરવામાં આવેલી નાકાબંધીને પણ હટાવવાની જાહેરાત કરી દીધી છે.