ઢાકા: બાંગ્લાદેશમાં સતત ચાલી રહેલી અટકળો વચ્ચે રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને શુક્રવારે રાજીનામું આપી દીધું છે. તેમણે પાંચ વર્ષના કાર્યકાળ પૂર્ણ થવાના બે વર્ષ પહેલાં રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાના આરોગ્યના કારણોને આગળ ધરીને રાજીનામું આપ્યું છે.
સંસદના અધ્યક્ષ હાફિઝ ઉદ્દીન અહેમદને રાજીનામું સુપરત કર્યું
રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને સંસદના અધ્યક્ષ હાફિઝ ઉદ્દીન અહેમદને રાજીનામું સુપરત કર્યું હતું. તેમનું રાજીનામું એવા અહેવાલો વચ્ચે આવ્યું છે કે સરકાર તેમનાથી નાખુશ હતી.
શેખ હસીના સાથે સારા સંબંધો હતા
આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે, રાષ્ટ્રપતિ શહાબુદ્દીનના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના સાથે સારા સંબંધો હતા. બાંગ્લાદેશી મીડિયામાં આવેલા અહેવાલો અનુસાર સરકાર એ વાતથી નારાજ હતી કે શહાબુદ્દીને તાજેતરમાં તેમની સાથે ફરીથી સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો.
આત્મસમર્પણ કરવાની જાહેરાત કરી હતી
જ્યારે તાજેતરમાં શેખ હસીનાએ ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરવાની અને યુદ્ધ અપરાધ ટ્રિબ્યુનલ દ્વારા દોષિત ઠેરવ્યા બાદ આત્મ સમર્પણ કરવાની જાહેરાત કરી હતી.
2023 માં પાંચ વર્ષ માટે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા
મોહમ્મદ શહાબુદ્દીન શેખ હસીનાના સહયોગી છે અને પ્રતિબંધિત અવામી લીગની ટિકિટ પર ચૂંટણી લડી ચૂક્યા છે. વર્ષ 2023માં પાંચ વર્ષ માટે રાષ્ટ્રપતિ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. તેમજ વર્ષ 2024ના બળવા બાદ શેખ હસીનાને ભારત ભાગી જવાની ફરજ પડી હતી. તેની બાદ અવામી લીગ વહીવટીતંત્રના છેલ્લા પદધારક હતા.