Wed Jul 22 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:22 July 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-07-22 07:27:26
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-07-22 21:53:33

દિલ્હીમાં જંતર મંતર નજીક પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝડપ

દિલ્હીમાં જંતર મંતર નજીક ફરી એક વાર પોલીસ અને દેખાવકારો વચ્ચે ઝડપ થઈ છે. જેમાં ટોલ્સટોય માર્ગ અને જનપદ ક્રોસિંગ પર  દેખાવકારો ઉગ્ર થયા હતા. જેની બાદ કનોટ પ્લેસ એસીપી આઈપીએસ વિવેક ભગત સાથે મારપીટ કરી હતી. જેના ઘાયલ થયેલા પોલીસ અધિકારીને આરએમએલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

2026-07-22 20:06:51

રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા, કહ્યું પોલીસે જણાવ્યું સરકાર બદલો

રાહુલ ગાંધીએ નીટ પેપર લીક અને સંસદ માર્ચ દરમિયાન પોલીસ કાર્યવાહી મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી હતી. તેમણે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે દેશમાં શિક્ષણ પ્રણાલી ગંભીર કટોકટીનો સામનો કરી રહી છે. જેમાં વિદ્યાર્થીઓનો અવાજ સાંભળવાને બદલે  દબાવવામાં આવી રહ્યો છે. તેમજ જે પોલીસ  મને ખેંચી રહ્યા  હતા તે મારા કાનમાં કહી રહ્યા હતા કે આ સરકારને હટાવો.

2026-07-22 19:09:59

રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ તરીકે ડો. કૃષ્ણ મોહનને જવાબદારી સોંપાઈ

અયોધ્યામાં રામ મંદિર દાન ચોરી કેસની તપાસ ચાલી રહી છે. આ દરમિયાન મળેલી રામ મંદિર ટ્રસ્ટની બેઠકમાં ચંપત રાયના સ્થાને હાલમાં ડો. કૃષ્ણ મોહનને મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી છે. તેમજ હાલમાં કાયમી મહાસચિવની નિમણૂક અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

2026-07-22 17:43:07

હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ મુદ્દે અમેરિકા અને ઈરાન આમને સામને

મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ મુદ્દે સંઘર્ષ વધી રહ્યો છે. જેના લીધે સમગ્ર વિશ્વની ચિંતા વધી છે. આ અંગે અમેરિકાએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ જણાવ્યું કે ઈરાનને કોઇ પણ ભોગે હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ રાખવામાં દેવામાં આવશે નહિ.

2026-07-22 16:53:52

દિલ્હી હાઈકોર્ટે પોલીસને નોટિસ ફટકારી, બોડી કેમેરા અને સીસીટીવી ફૂટેજ સાચવવા નિર્દેશ

દિલ્હી હાઇકોર્ટે  સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચૂકને જંતર મંતર પરથી  હટાવવા અને સંસદ માર્ચ દરમિયાન પોલીસ કાર્યવાહી અંગેની બે જાહેર હિતની અરજીની સુનાવણી કરી હતી. આ દરમિયાન કોર્ટે પોલીસને નોટિસ ફટકારીને ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો છે.તેમજ કાર્યવાહી દરમિયાનના બોડી કેમેરા અને સીસીટીવી ફૂટેજ સાચવવા નિર્દેશ આપ્યો છે.

2026-07-22 15:53:08

ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી સંસદના સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ

પશ્ચિમ બંગાળમાં કારમી હાર બાદ મમતા બેનર્જીની ટીએમસીની મુશ્કેલીઓ સતત વધી રહી છે. જેમાં ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જીને સંસદના સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

 
2026-07-22 15:17:36

સંસદમાં અખિલેશ યાદવ અને કેસી વેણુગોપાલ વચ્ચે જ તકરાર

નીટ પેપર લીક બાદ કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનાંમાની માંગ વિપક્ષ દ્વારા સતત કરવામાં આવી રહી છે. જેના પગલે તમામ પક્ષો વિરોધ પ્રદર્શનમાં સાથે જોવા મળી રહ્યા છે. પરંતુ સંસદમાં વિપક્ષ એકમત જોવા નથી મળ્યો. જેમાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલ વચ્ચે તકરાર જોવા મળી હતી.

2026-07-22 14:59:10

કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં પોલીસ શહીદ

કાશ્મીર સ્થિત અનંતનાગ જિલ્લાના લાલચોક વિસ્તારમાં આજે આતંકવાદી હુમલામાં હેડ કોન્સ્ટેબલ શહીદ થયા. બપોરના 12.30 વાગ્યાના સુમારે આતંકવાદી હુમલામાં ડ્યૂટી પરના તહેનાત 35 વર્ષીય પોલીસ જવાન શહીદ થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

2026-07-22 09:51:43

અમદાવાદના શેલા વિસ્તારમાં દીપડાનું બચ્ચું દેખાયાની ચર્ચા, રહીશોમાં ફફડાટ

શેલાની શરણદીપ સોસાયટી નજીક આવેલી ગ્રીનફિલ્ડ સોસાયટીમાં એક ગાડી નીચેથી દીપડાનું બચ્ચું જોવા મળતાં લોકો ચોંકી ઊઠ્યા હતા. આ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી સતત જંગલી જનાવરની હલચલ જોવા મળી રહી છે, જેથી સોસાયટીના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

2026-07-22 09:16:04

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની મોટી જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, 1 ઑગસ્ટથી યુ.એસ.માં આવતી તમામ જેનેરિક દવાઓ પર બે વર્ષ માટે શૂન્ય ટકા ટેરિફ લાગુ પડશે, તે પછી તેને એક વર્ષ માટે 100 ટકા અને પછી 200 ટકા સુધી વધારવામાં આવશે.

2026-07-22 08:30:12

વલસાડમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ

વલસાડમાં ગઈકાલથી જ મૂશળધાર વરસાદ પડી રહ્યો છે. આજે સવારે 6 થી 8 ના સમયગાળામાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, સવારે બે કલાકમાં 59 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વલસાડમાં સૌથી વધુ 2.05 ઇંચ વરસાદ પડ્યો હતો.

2026-07-22 08:24:13

વલસાડના નાનાપોંઢા-અંભેટી માર્ગ પર મુસાફરો ભરેલી ખાનગી બસ ફસાઈ

વલસાડમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતાં નદી-નાળા છલકાઈ ગયા છે. આ દરમિયાન નાનાપોંઢાથી અંભેટી તરફ જતા મુખ્ય રસ્તા પર નદી-નાળાના પાણી ફરી વળતાં વાપીથી અંભેટી અને નાનાપોંઢાને જોડતો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. રસ્તા પર ભયજનક સપાટીએ પાણી વહી રહ્યા હોવા છતાં પસાર થવાનો પ્રયાસ કરતી એક ખાનગી બસ પૂરના પાણી વચ્ચે ફસાઈ ગઈ છે.

2026-07-22 07:27:45

રાજ્યના 173 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 173 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. વલસાડના કપરાડામાં 15.63 ઇંચ અને નાનાપોંઢામાં 11.02 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ચીખલીમાં 9.61 ઇંચ, પારડીમાં 9.37 ઇંચ, વાંસદામાં 9.25 ઇંચ, વાંસદામાં 9.25 ઇંચ, વલસાડમાં 8.31 ઇંચ, ખેરગામમાં 7.91 ઇંચ વરસાદ પડ્યો હતો.