Fri Oct 09 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 09 Oct 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-10-09 01:18:00
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ: 09 Oct 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-10-09 08:39:39

5 વિધાનસભા અને 1 લોકસભા બેઠકની પેટાચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે

નવી દિલ્હીઃ દેશના ચાર રાજ્યોમાં પાંચ વિધાનસભા બેઠકો અને એક લોકસભા બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. સૌની નજર ચાર વિધાનસભા બેઠકોના પરિણામો પર છે. પશ્ચિમ બંગાળમાં રેજીનગર અને નંદીગ્રામ, તથા તમિલનાડુમાં મધુરાન્થકમ અને ધરાપુરમ બેઠક પર આજે પરિણાણો જાહેર કરવામાં આવશે. તમામ બેઠકો માટે મતગણતરી સવારે 08 વાગ્યે શરૂ થઈ છે.

2026-10-09 07:52:03

ઇઝરાયેલ કેપ્ટન સ્મિત મચ્છરનું પ્રેસિડેન્સિયલ એવોર્ડથી સન્માનિત કરશે

ફ્લાયદુબઈ વિમાનના કોકપીટમાં પોતાના સહ-પાઇલટ દ્વારા કરવામાં આવેલા હુમલાનો સામનો કરનાર અને 174 મુસાફરો અને ક્રૂ સભ્યોના જીવ બચાવનાર કેપ્ટન સ્મિત માછરને ઇઝરાયલનો 'નાગરિક વીરતા માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર' (પ્રેસિડેન્સિયલ એવોર્ડ ફોર સિવિલિયન હીરોઈઝમ - Presidential Award for Civilian Heroism) પ્રાપ્ત થશે. નાગરિક બહાદુરી માટે આ દેશનો સર્વોચ્ચ પુરસ્કાર છે. ઓમાનના વતની હમ્મામ અલ-હમ્મામીએ કોકપીટની અંદર ઇમરજન્સી કુહાડીનો ઉપયોગ કરીને હુમલો કર્યો ત્યારે માછરને ગંભીર ઇજા થઈ હતી. ભારતીય પાઇલટ કોકપીટનો દરવાજો ખોલવામાં સફળ રહ્યો. આ કામગીરીથી ઇઝરાયલી મુસાફરો કોકપીટમાં પ્રવેશી શક્યા અને હુમલાખોરને કાબુમાં લઈ શક્યા.

2026-10-09 07:35:19

'INDIA' ગઠબંધન આજે ફરી દિલ્હીમાં રસ્તા પર ઉતરશે

નવી દિલ્હીઃ વિપક્ષી 'ઈન્ડિયા' ગઠબંધને ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને SIRમાં ગેરરીતિઓના આરોપોને લઈને પોતાનું આંદોલન વધુ તીવ્ર બનાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે, વિપક્ષી સાંસદો આજે ફરી એકવાર રસ્તા પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. તેમની આયોજિત રણનીતિના ભાગરૂપે, તેઓ સંસદ ભવન ખાતે એકઠા થશે અને રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરશે.