Sun Oct 04 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 04 Oct 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-10-04 07:38:00
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ: 04 Oct 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-10-04 11:41:04

જ્ઞાનેશ કુમાર સામે 20 વર્ષ જૂના કેસમાં વિજિલન્સ તપાસના આદેશ


ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર (CEC) જ્ઞાનેશ કુમાર સામે 20 વર્ષ જૂના ભ્રષ્ટાચાર કેસમાં કેરળ સરકારે વિજિલન્સ તપાસના આદેશ આપ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. કોંગ્રેસ નેતાની ફરિયાદને પગલે બે દિવસ પહેલાં જ આ કેસની તમામ મહત્વની ફાઈલો મંગાવવામાં આવી હતી, ત્યારબાદ કેરળના ગૃહ મંત્રી રમેશ ચેન્નિથલાએ સતર્કતા વિભાગને ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આદેશ આપ્યો છે.

2026-10-04 07:38:37

ઇન્ડોનેશિયામાં આવ્યો 5.2ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ છવાયો

ઇન્ડોનેશિયામાં આજે વહેલી સવારે  ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.2 નોંધાઈ છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે, સવારે 5:07 વાગ્યે આંચકા અનુભવાયા હતા અને ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનની સપાટીથી 10 કિમીની ઊંડાઈએ હતું. વહેલી સવારે ભૂકંપ આવતા લોકો ગભરાઈ ગયા અને અફરાતરફીનો માહોલ છવાઈ ગયો હતો.