Tue Oct 06 2026

Logo

ઇન્ડોનેશિયામાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ

Jakarta   2026-10-04 07:44:00
Author: Vimal Prajapati
ઇન્ડોનેશિયામાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ

જકાર્તા: ઇન્ડોનેશિયામાં આજે વહેલી સવારે  ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.2 નોંધાઈ છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે, સવારે 5:07 વાગ્યે આંચકા અનુભવાયા હતા અને ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનની સપાટીથી 10 કિમીની ઊંડાઈએ હતું. વહેલી સવારે ભૂકંપ આવતા લોકો ગભરાઈ ગયા અને અફરાતરફીનો માહોલ છવાઈ ગયો હતો. ઇન્ડોનેશિયામાં આજે આવેલા ભૂકંપના કારણે જોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર મળ્યાં નથી.

કેન્દ્રબિંદુ જમીનની સપાટીથી 10 કિમીની ઊંડાઈએ નોંધાયું

વહેલી સવારે જ્યારે અચાનક ભૂકંપના આંચકા અનુભવાયા ત્યારે લોકો પોતાના ઘરમાં આરામ કરી રહ્યાં હતાં. આંચકા અનુભવાતા જ લોકોમાં હડકંપ મચી ગયો અને લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યાં હતાં. થોડી જ વારમાં દરેક લોકો દોડતા થઈ ગયાં હતાં. મહત્વની વાત એ છે, ઈન્ડોનેશિયા ભૂકંપ માટે ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે હજી કોઈ વિગતો પ્રકાશમાં આવી નથી. આ ભૂકંપ અંગે ational Center for Seismology દ્વારા વિગતો શેર કરવામાં આવી છે.

 

ભૂકંપની તીવ્રતા અને ઊંડાઈ તેની અસરને સમજવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જોકે, આ ભૂકંપને કારણે થયેલા નુકસાનના વ્યાપ અંગેની વિગતો હજુ સુધી સામે આવી નથી. તેવી જ રીતે, જાન-માલના નુકસાન કે ઈજાઓ અંગે પણ કોઈ માહિતી ઉપલબ્ધ નથી. NCS (નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી) અનુસાર, ભૂકંપ સવારે 05:07 વાગ્યે આવ્યો હતો. તે સમયે લોકો સંભવતઃ તેમના ઘરોમાં હતા. આ ભૂકંપને કારણે લોકોમાં ભયનું વાતાવરણ પણ સર્જાયું છે.

વધુ જુઓ...