દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક, આરાધના મિશ્રાને પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસે વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પૂર્વે મોટો રાજકીય ફેરફાર કર્યો છે. જેમાં કોંગ્રેસે બ્રાહ્મણ સમુદાય અને મહિલાઓને ધ્યાનમાં રાખીને રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારીની પુત્રી આરાધના મિશ્રા ને યુપી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.
ફ્લાયદુબઈની ઘટનાને UAEએ આતંકી કૃત્ય ગણાવ્યું, ભારતીય પાયલટ સ્મિત મચ્છરના વખાણ કર્યા
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં બનેલી ઘટના બાદ UAE એ નિવેદન જાહેર કર્યું છે. UAEએ આ ઘટનાને સત્તાવાર રીતે 'આતંકવાદી કૃત્ય' ગણાવ્યું છે. UAE સરકારના જણાવ્યા અનુસાર આ કોઈ સામાન્ય ઝઘડો કે અકસ્માત નહોતો. પરંતુ શાંતિ ભંગ કરવાનું એક ઈરાદાપૂર્વકનું કાવતરું હતું. આ ઉપરાંત UAEએ ભારતીય પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરના ખૂબ જ વખાણ કર્યા છે.
ભારતના લદ્દાખ અંગેના વલણથી ચીનની મુશ્કેલી વધશે, ગોગરા અને હોટ સ્પ્રિંગ્સ સહિત સ્થળોનો નકશો જાહેર
ભારતે અરુણાચલ પ્રદેશ બાદ હવે લદ્દાખમાં પણ એવા પગલાં લીધા છે જેના લીધે ચીનની મુશ્કેલીઓ વધી શકે છે. જેમાં ભારતે અધિકૃત નકશા પર લદ્દાખના 28 વ્યૂહાત્મક સ્થળો અને ભૌગોલિક વિશેષતાઓને સત્તાવાર રીતે અંકિત કરીને દર્શાવ્યા હતા. જેમાં 'લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ' પર આવેલા સરહદી તણાવના મુખ્ય સ્થળો ગોગરા અને હોટ સ્પ્રિંગ્સનો સમાવેશ થાય છે. મંત્રાલયે આ સ્થળોને દર્શાવતો નકશો પણ જાહેર કર્યો છે.
વિપક્ષના વિરોધ પ્રદર્શનના પગલે દિલ્હીનું જંતર મંતર પોલીસ છાવણીમાં તબદીલ, 12 મેટ્રો સ્ટેશન અને ઇન્ટરનેટ બંધ
દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે આજે વિપક્ષે દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. જેના પગલે જંતર મંતર સહિત અનેક સ્થળોએ કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તેમજ 12 મેટ્રો સ્ટેશનને સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા છે. તેમજ અનેક વિસ્તારોમાં ઈન્ટરનેટ પણ બંધ કરવામાં આવ્યું છે. જોકે, સીજેપી મુંબઈ વિરોધ પ્રદર્શન કરશે.
આજે ‘No UPI ડે’! MDR ચાર્જથી મુક્તિ માટે વેપારીઓ ઓનલાઈન પેમેન્ટ નહીં સ્વીકારે
ભારતમાં મોટાભાગના લોકો અત્યારે ઓનલાઈન પેમેન્ટ કરવા માટે ટેવાઈ ગયાં છે. પરંતુ હવે તેના સરકારે ચાર્જ વસૂલ કરવાનો નિર્ણય કર્યો છે. જેથી ગુજરાત સહિત દેશભરના વેપારીઓ દ્વારા આજે નો UPI ડે મનાવવાની જાહેરાત કરી છે. જેથી આજે વેપારી કે દુકાનદાર UPIથી ચુકવણી સ્વીકારશે નહીં તેવું જાહેર કરવામાં આવ્યું છે. સરકારના આ નિર્ણયના વિરોધમાં રાજ્યના આશરે 600 ટ્રેડર્સ યુનિયનો સામેલ થવાના છે. જેના કારણે 50 કરોડથી પણ વધારે રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર અસર થશે. આજે આ ટ્રેડર્સ યુનિયનો દ્વારા માત્ર રોકડ રૂપિયામાં જ વેપાર કરવામાં આવશે.