Thu Oct 08 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 08 Oct 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-10-08 07:39:00
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ: 08 Oct 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-10-08 07:46:52

દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે નિધન


મુંબઈઃ દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું નિધન થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 75 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. ગોવાના ડોના પોલા સ્થિત તેમના નિવાસસ્થાને નાના પાટેકર બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અહેવાલો પ્રમાણે તેમને ગંભીર કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હતો. હોસ્પિટલ પહોંચ્યા બાદ તબીબોએ તેમને બચાવવા માટે લગભગ 45 મિનિટ સુધી પ્રયાસ કર્યા હતા, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો અને આખરે તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં !

2026-10-08 07:40:07

રશિયાએ યુક્રેન પર ફરી કર્યો મોટો હુમલો, 24 લોકોના મોત

રશિયા-યુક્રેન યુદ્ધ એક નિર્ણાયક અને ખતરનાક તબક્કે પહોંચી ગયું છે. બંને રાષ્ટ્રો એકબીજા સામે વિનાશક હુમલાઓ કરી રહ્યા છે, જેના કારણે રહેણાંક વિસ્તારો અને ઔદ્યોગિક માળખાગત સુવિધાઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ વિનાશક સંઘર્ષ વચ્ચે રશિયાએ ફરી યુક્રેન પર ભારે હુમલો શરૂ કર્યો છે. રશિયન મિસાઇલો અને ડ્રોને કિવ અને લગભગ એક ડઝન અન્ય યુક્રેનિયન સ્થળોને નિશાન બનાવ્યા હતા, જેમાં ચાર બાળકો સહિત ઓછામાં ઓછા 24 નાગરિકો માર્યા ગયા હતા અને લગભગ 60 લોકો ઘાયલ થયા હતા.