દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
ઑલિમ્પિક અસોસિયેશનની પરિષદની ડિસેમ્બરમાં ચૂંટણી
ઇન્ડિયન ઑલિમ્પિક અસોસિયેશન (આઇઓએ)એ શનિવારે જાહેર કર્યું હતું કે એ આગામી પાંચમી ડિસેમ્બરે નવી કારોબારી પરિષદ ચૂંટશે. આ ચૂંટણીની પ્રક્રિયા અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે જેમાં મતદાન અને પરિણામો સહિતની બાબતોની દેખરેખ માટે દિલ્હી-ચંડીગઢના ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર સંજયકુમાર શ્રીવાસ્તવને રિટર્નિંગ ઑફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રનિંગ-લેજન્ડ પી. ટી. ઉષા આઇઓએના પ્રમુખ છે.
અભિજીત દિપકેની એરપોર્ટ પર વિમાનની અંદરથી અટકાયત કરવામાં આવી
દિલ્હી પોલીસ દ્વારા કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દિપકેની વિમાનમાંથી અટકાયત કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. વિમાન થોડી મિનિટો પહેલા જ IGI એરપોર્ટ પર ઉતર્યું હતું. અભિજીત દિપકેએ દિલ્હી પોલીસને કહ્યું, હું ધરપકડ કરવા આવ્યો છું; મારી ધરપકડ કરો. દિલ્હી પોલીસના કર્મચારીઓએ તેમને કહ્યું, ‘ના, આ ધરપકડ નથી. કૃપા કરીને સહયોગ કરો’. આ ઘટનાનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
CJP વિરોધ પ્રદર્શન પહેલા ભાજપ અધ્યક્ષ નીતિન નવીનનું મોટું નિવેદન
નવી દિલ્હીઃ સીજેપી દ્વારા કરવામાં આવેલી પ્રદર્શનની જાહેરાત બાદ દિલ્હીમાં મામલો વધારે ચિંતાજનક બન્યો છે. તેવામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને કહ્યું કે, ‘રાહુલ ગાંધી અને કેજરીવાલ ભ્રમ ફેલાવી રહ્યા છે, પરંતુ દેશના લોકો જોઈ રહ્યા છે. શહેરી નક્સલી માનસિકતા ધરાવતા લોકો દેશને અસ્થિર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ અસ્થિરતા બનાવવાના તેમના ઇરાદા પૂર્ણ થશે નહીં’.
સીજેપીનું પ્રદર્શન શરૂ! દિલ્હી પોલીસે યુટ્યુબર ધ્રુવ રાઠીની અટકાયત કરી
નવી દિલ્હીઃ રાજધાનીમાં સંસદ માર્ગ વિસ્તારમાંથી જંતર-મંતર તરફ જઈ રહેલા અનેક પ્રદર્શનકારીઓની દિલ્હી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે દિલ્હી પોલીસે ગુરુગ્રામમાં યુટ્યુબર ધ્રુવ રાઠીની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. કનોટ પ્લેસ (CP) માંથી પણ ઘણા પ્રદર્શનકારીઓને પકડવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
પનામામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, સુનામીની ચેતવણી જાહેર
પનામા શક્તિશાળી ભૂકંપથી હચમચી ગયું હતું. દક્ષિણ પનામામાં 7.7 અને 6.6ની તીવ્રતાના બે શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા અને ત્યારબાદ અનેક આફ્ટરશોક્સ અનુભવાયા હતા. આનાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને તેઓ પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. અનેક ઈમારતોને નુકસાન થયાના અહેવાલો છે.
CJPના વિરોધ પ્રદર્શન પહેલા દિલ્હી કિલ્લામાં ફેરવાયું
નવી દિલ્હીઃ SIR અને CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર પર CJP દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શનને કારણે આજે રાજધાનીમાં હલચલ મચી ગઈ છે. રાજધાનીની તમામ સરહદો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દિલ્હી આવતી અને ત્યાંથી રવાના થતી અનેક ટ્રેનો રદ કરવાની સાથે 45 મેટ્રો સ્ટેશનો પણ બંધ કરી દેવામાં આવ્યા છે.