દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
યુપીઆઈ પેમેન્ટઃ દિવાળી સુધી એમડીઆર ચાર્જ સ્થગિત
યુપીઆઈ પેમેન્ટ પર એમડીઆર ચાર્જ લાગુ કરવાનો નિર્ણય સરકારે દિવાળી સુધી સ્થગિત કર્યો છે હવે એની આગામી તારીખ અલગથી જાહેર કરવામાં આવશે. નવા માળખામાં શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અને રોકાણ સંબંધિત અમુક યુપીઆઈ લેણદેણમાં 0.02 ટકા એમડીઆર લાગુ થઈ શકે.
ગાંધીનગર મનપામાં પોસ્ટલ બેલેટની ગણતરી શરૂ
ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે આજે સવારે 9 વાગ્યાથી સેક્ટર-15ની કોલેજ બિલ્ડિંગના પાંચ રૂમોમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી રહી થે. આ વખતની ચૂંટણીમાં સરેરાશ 59.25% મતદાન નોંધાયું હતું.
પનામામાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ
પનામામાં મંગળવારે વહેલી સવારે 6.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેની ઊંડાઈ 10 કિલોમીટર હતી. આ પહેલાં શુક્રવારે રાત્રે 7.7 ની તીવ્રતાના ભૂકંપ બાદ 147 આંચકા અનુભવાયા હતા. અગાઉના ભૂકંપથી ઘરો, શાળાઓ, રસ્તાઓ અને સરકારી ઈમારતોને નુકસાન પહોંચ્યું હતું. પનામા સરકારે રાહત કામગીરી માટે કટોકટી જાહેર કરી છે, જ્યારે ભારતે મદદનો હાથ લંબાવ્યો છે.