દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા નજીક ચાર આતંકીઓ સુરંગ વિસ્ફોટમાં માર્યા ગયા
જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પાર કરી ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા ચાર પાકિસ્તાની આતંકવાદીઓ જમીની સુરંગવિસ્ફોટમાં માર્યા ગયા હતા. આ માર્યા ગયેલા આતંકીઓમાં લશ્કર-એ-તૈયબાનો ટોચનો કમાન્ડર મુહમ્મદ ફૈઝાન પણ સામેલ હતો.
રિષભ પંતને ઈજા, ન્યૂ ઝીલૅન્ડમાં બે મૅચ નહીં રમે...
વિકેટકીપર-બૅટ્સમૅન રિષભ પંત શરીરના સ્નાયુઓના દુખાવાને કારણે ન્યૂ ઝીલૅન્ડ ખાતેના ઇન્ડિયા-એ ટીમના આગામી પ્રવાસમાં પહેલી બે મૅચ નહીં રમે. ઇન્ડિયા-એ ટીમમાં તેના સ્થાને કુમાર કુશાગ્રને સમાવવામાં આવ્યો છે. પંતને તાજેતરમાં ઇરાની કપની મૅચમાં આ ઈજા થઈ હતી. ધ્રુવ જુરેલ આ ટીમનો કૅપ્ટન-વિકેટકીપર છે અને ટીમમાં યશસ્વી, સાઇ સુદર્શન, કે. એલ. રાહુલ, પડિક્કલ, રવિચન્દ્રન સ્મરણ, વૉશિંગ્ટન સુંદર, આકિબ નબી, માનવ સુથાર, અંશુલ કમ્બોજ, યશ રાઠોડ, મુકેશ ચૌધરી અને મુકેશ કુમાર પણ સામેલ છે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનું રાજીનામું માંગી ફસાઈ કેરલમ કોંગ્રેસ, ભાજપે આકરા પ્રહાર કર્યા
દેશમાં સીઇસી મુદ્દે ચાલી રહેલા વિરોધ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની મુલાકાત માટે સમય માંગ્યો હતો. જોકે, ચીફ જસ્ટિસે તેમને મળવાનો ઇનકાર કર્યો હતો. તેની બાદ કેરલમ કોંગ્રેસે સોશિયલ મીડિયા પોસ્ટમાં સીજેઆઈને રાજીનામું આપવા અપીલ કરી હતી. તેમજ કહ્યું કે જો કાયદો વ્યવસ્થા તમારા અધિકારક્ષેત્રના ના આવતા હોય તો તાત્કાલિક રાજીનામું આપો. અને તેની માટે અન્ય કોઇને શોધી લઇશું. જેના પગલે રાજકીય વિવાદ સર્જાયો છે. તેમજ ભાજપે આ અંગે આકરી પ્રતિક્રિયા આપી છે.
દિલ્હીમાં રામલીલા મેદાનનું ભાડું વધ્યું
દિલ્હીમાં વિરોધ પ્રદર્શન માટે જાહેર કરાયેલા નવા સ્થળો પૈકી રામલીલા મેદાનમાં આંદોલન કરવું આંદોલનકારો માટે ખૂબ ખર્ચાળ સાબિત થઈ શકે છે. ટેક્સ અને સિક્યોરિટી ડિપોઝિટ સાથે એક દિવસનો બુકિંગ ખર્ચ રૂ. ૧.૨૧ લાખ થાય છે. ઉપરાંત, આગામી તહેવારોના કારણે અઢી મહિના સુધી મેદાનનું બુકિંગ પણ ઉપલબ્ધ નથી
દિલ્હી પોલીસે અશાંતિ ફેલાવતી ૩૦૦થી વધુ પોસ્ટ હટાવી
પાટનગરમાં ચાલતા વિરોધ પ્રદર્શનો વચ્ચે સોશિયલ મીડિયા પર ગેરમાર્ગે દોરનારી માહિતી અને અફવાઓ ફેલાવવા બદલ દિલ્હી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. અશાંતિ ફેલાવવાની આશંકા ધરાવતી આશરે ૩૦૦ જેટલી સોશિયલ મીડિયા પોસ્ટ્સ હટાવી દેવામાં આવી છે.
પંજાબમાં SIR બાદની અંતિમ મતદાર યાદી જાહેર, 13 લાખથી વધુ નામો રદ થયા 7 લાખ ઉમેરાયા
દેશમાં SIR અને સીઇસી મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે પંજાબમાં SIR બાદની અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. રાજ્યની 117 વિધાનસભાની મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 7 લાખ 97 હજાર નામો ઉમેરાયા છે. જ્યારે 13 લાખ વધુ નામો રદ થયા છે.
નેશનલ સ્પોટ એક્સચેન્જના રોકાણકારોને રાહત, કોર્ટે ઇડીએ ટાંચમાં લીધેલી મિલકતો વેચવા મંજૂરી આપી
નેશનલ સ્પોટ એક્સચેન્જ લિમિટેડ(NSEL) ના રોકાણકારો માટે રાહતમાં સમાચાર આવ્યા છે. જેમાં મુંબઈની વિશેષ PMLA કોર્ટે NSELની ઇડીએ ટાંચમાં લીધેલી રૂપિયા 3464 કરોડ મિલકતો વેચીને ભંડોળ ઉભું કરવા મંજૂરી આપી છે. તેમજ આ રકમમાંથી રોકાણકારોને પ્રથમ તબક્કામાં દાવાની પતાવટ માટે રૂપિયા 1950 કરોડ ચૂકવવામાં આવશે.
સુપ્રીમ કોર્ટમાં ઇન્ડી ગઠબંધને અરજી દાખલ કરી, સીજેઆઈ પર દબાણ લાવવાના આક્ષેપ ફગાવ્યા
કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટેમાં SIR અને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો પર લાદવામાં આવેલા પ્રતિબંધોના મુદ્દા અંગે અરજી દાખલ કરવામાં આવી છે. આ અંગે માહિતી આપતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે આ વિપક્ષોની એક સંયુક્ત કાનૂની પહેલ છે અને વિવિધ વિપક્ષી પક્ષોના નેતાઓએ આ અરજી પર હસ્તાક્ષર કર્યા છે. તેમણે સીજેઆઈ પર દબાણ લાવવાના આક્ષેપ ફગાવ્યા હતા.
પાકિસ્તાનના ક્વેટામાં સેનાનું એક ટ્રેનિંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત, બંને પાયલોટના મોત
પાકિસ્તાનના ક્વેટામાં સેનાનું એક ટ્રેનિંગ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. તેમજ આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર બંને પાયલોટના મોત થયા હોવાની માહિતી મળી છે. પાકિસ્તાન આર્મીએ આ ઘટના અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ટેકનિકલ ખામીને કારણે પાકિસ્તાન આર્મી એવિએશનનું 'મુશશક' તાલીમી વિમાન ક્રેશ થયું હતું.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે રાહુલ ગાંધી અને ખડગેને સલાહ આપી, કહ્યું બેઠક યોજવી ન્યાયિક ગરિમાની વિરુદ્ધ
દેશમાં સીઇસી મુદ્દે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે ઇન્ડી ગઠબંધનના સાંસદો સાથે મુલાકાતની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્ય કાંતે ઇનકાર કર્યો હતો. તેમજ કહ્યું કે સુપ્રીમ કોર્ટના દરવાજા સૌ માટે ખુલ્લા છે અને દરેક ભારતીય નાગરિકને કોર્ટનો સંપર્ક કરવાનો અધિકાર છે. તેમણે લોકસભા વિપક્ષના નેતા અને મલ્લિકાર્જુન ખડગેને આપેલા જવાબમાં કહ્યું કે પડતર કેસો અંગે ચર્ચા કરવા માટે બેઠક યોજવી એ 'સત્તાના પૃથ્થકરણ'ના સિદ્ધાંતનું ઉલ્લંઘન ગણાશે અને તે ન્યાયિક ગરિમા તથા મર્યાદાની વિરુદ્ધ હશે.
સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને રાહત આપી, સીબીઆઈને ભ્રષ્ટાચાર કેસમાં અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી ન કરવા આદેશ...
સુપ્રીમ કોર્ટે ભ્રષ્ટાચારના કેસમાં પંજાબ સરકારને રાહત આપી છે. જેમાં સીબીઆઈ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરી રહી છે.કોર્ટે એફઆઈઆર નોંધવા પણ રોક નથી લગાવી પરંતુ કોઇ કડક કાર્યવાહી ન કરવા માટે આદેશ આપ્યો હતો.
કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણના કોંગ્રેસ પર આકરા પ્રહાર, કહ્યું નિષ્ફળતાઓનો દોષ ચૂંટણી પંચ પર ઢોળે છે
દેશમાં સીઇસી મુદ્દે ઇન્ડી ગઠબંધનની રેલી પૂર્વે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કટાક્ષ કરતાં જણાવ્યું કે જે લોકો જીવનભર ભગવાન રામનો વિરોધ કરી રહ્યા હતા તે હવે ભગવાન શિવની જાન અંગે વાત કરી રહ્યા છે. શિવરાજ સિંહે કોંગ્રેસની વારંવાર ચૂંટણી હાર અંગે સવાલ ઉઠાવ્યા છે. તેમજ પોતાની નિષ્ફળતાઓ માટે ચૂંટણી પંચને દોષ આપે છે. જ્યારે વાસ્તવિક સમસ્યા તેમના નેતૃત્વમાં છે.
જંતર-મંતર હવે 'પ્રોટેસ્ટ સાઈટ' નથી; ગૃહ મંત્રાલયે માન્યતા રદ કરી
દિલ્હીમાં મોટાભાગના વિરોધ પ્રદર્શન બધા જંતર મંતર પર જ થતા હતાં. પરંતુ હવે ગૃહ મંત્રાલયે જંતર-મંતર અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે; ત્યાં હવે વિરોધ પ્રદર્શનો અને ધરણાં કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કેન્દ્ર સરકારે દિલ્હીમાં વિરોધ પ્રદર્શનો અને ધરણાં માટે ત્રણ ચોક્કસ સ્થળો નક્કી કર્યા છે અને આવા પ્રદર્શનો માત્ર આ સ્થળોએ જ કરવાની પરવાનગી રહેશે. એટલે કે હવે જંતર મંતર પ્રોટેસ્ટ સાઈટ રહી નથી.
સુદાનની સોનાની ખાણ પર ભયંકર મિસાઇલ હુમલામાં 72 લોકોનાં મોત
સુદાનમાં સોનાની ખાણ પર થયેલા મિસાઇલ હુમલામાં 72 લોકોનાં મોત થયાં છે અને અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હવાઈ હુમલો ઉત્તર સુદાનમાં ઇજિપ્તની સરહદ નજીક આવેલી સોનાની ખાણ પર કરવામાં આવ્યો હતો અને આ હુમલો કરવા બદલ ઇજિપ્તની વાયુસેના પર આરોપ મૂકવામાં આવ્યો છે. જોકે આ વિસ્તારની સરહદ લિબિયાને પણ અડે છે, તેમ છતાં સુદાને આ હવાઈ હુમલા માટે ઇજિપ્તની વાયુસેનાને જવાબદાર ઠેરવી આવી રહી છે.
રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટ તરફની કૂચ પહેલાં CJI સૂર્યકાંત મીડિયા સામે આવ્યાં
નવી દિલ્હીઃ વિપક્ષ દ્વારા આજે ચલો દિલ્હી અને સુપ્રી કોર્ટ સુધી કૂચ કરવાનું એલાન કરવામાં આવ્યું છે. તેવામાં CJI સૂર્યકાંત આજે મીડિયા સમક્ષ ઉપસ્થિત થયા અને જણાવ્યું કે તેઓ રાહુલ ગાંધીને શા માટે મળી શકશે નહીં તે અંગેની જાણકારી તેમણે અગાઉથી જ આપી દીધી હતી. વધુમાં CJI સૂર્યકાંતે કહ્યું કે, સુપ્રીમ કોર્ટના દરવાજા દરેક માટે ખુલ્લા છે.
જીબૂતી નજીક શરણાર્થીઓની હોડી પલટી, 139 લોકોના મોત
જીબૂતી તટ નજીક 305 પ્રવાસીઓને લઈ જતી બોટ પલટી જતાં દર્દનાક દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં માસૂમ બાળકો સહિત 139 લોકોના મોત થયા છે જ્યારે 84 લોકો હજુ પણ ગુમ છે. આફ્રિકાના હોર્ન વિસ્તારમાંથી રોજગારી અને સલામત આશ્રયની શોધમાં નીકળેલા પ્રવાસીઓની એક બોટ દરિયામાં પલટી જતાં મોટો અકસ્માત સર્જાયો છે.
દિલ્હીમાં આજે વિપક્ષી સાંસદો સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરશે!
નવી દિલ્હીઃ દિલ્હીમાં આજે ફરી વિપક્ષી દળો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, આજે વિપક્ષી સાંસદો ચાલીને સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરવાના છે. જો કે, વચ્ચે બારાખંભા રોડ પર રોકાશે અને ધરણા પ્રદર્શન કરશે. કારણ કે, મુખ્ય ન્યાયાધીશે મળવાનો ઇનકાર કર્યો છે. દિલ્હીમાં વિપક્ષી દળો દ્વારા છેલ્લા છ દિવસમાં આ પાંચમી વખત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિપક્ષી પક્ષોના સાંસદો આજે બપોરે 01:30 વાગ્યે કોનોટ પ્લેસ ખાતે એકત્રિત થશે. અહીંથી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે, તેઓ કોનોટ પ્લેસથી બારાખંબા રોડ સુધી લગભગ બે કિલોમીટરનું અંતર કાપતી પદયાત્રા યોજશે.
આજે વિપક્ષની સુપ્રીમ કોર્ટ કૂચ, દિલ્હીમાં 6 મેટ્રો સ્ટેશન રહેશે બંધ
નવી દિલ્હીઃ આજે વિપક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરવાનું એલાન કરવામાં આવ્યું છે. વિપક્ષની આ કૂચના કારણે દિલ્હીવાસીઓને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આજે દિલ્હીમાં 6 મેટ્રો સ્ટેશન સવારે છ વાગ્યાંથી સાંજે ચાર વાગ્યાં સુધી બંધ રહેશે. જેમાં પટેલ ચોક મેટ્રો સ્ટેશન, જનપથ મેટ્રો સ્ટેશન, રાજીવ ચોક મેટ્રો સ્ટેશન, મંડી હાઉસ મેટ્રો સ્ટેશન, સેન્ટ્રલ સેક્રેટેરિએટ મેટ્રો સ્ટેશન અને બારાખંબા રોડ મેટ્રો સ્ટેશન બંધ રહેશે.