વોશિંગ્ટન: વિશ્વભરમાં હાહાકાર મચાવનાર અને જીવલેણ કોરોના ચીનની રિસર્ચ લેબમાં વિકસાવવામાં આવ્યો હતો.આ અંગે યુએસ ઇન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડના નિવેદને લોકોને હચમચાવી નાખ્યા છે. તુલસી ગબાર્ડે જણાવ્યું હતું કે જો બાઇડનના મેડિકલ એડવાઇઝર એન્થોની ફૌસીએ ચીનના વુહાનની રિસર્ચ લેબને ભંડોળ પૂરું પાડ્યું હતું.
તુલસી ગબાર્ડનો 18 જૂનના રોજ કાર્યકાળ સમાપ્ત થયો
યુએસ નેશનલ ઇન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડનો 18 જૂનના રોજ કાર્યકાળ સમાપ્ત થયો હતો. આ દિવસે તેમણે કરેલા સ્ફોટક ખુલાસાથી પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડનના મેડિકલ એડવાઇઝર એન્થોની ફૌસી ફસાયા છે. એન્થોની ફૌસીએ વર્ષ 2020માં અમેરિકામાં કોવિડ વાયરસ સમયે જો બાઈડન વહીવટીતંત્રની કોરોના વ્યવસ્થાપનનું નેતૃત્વ કર્યું હતું.
વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી કોરોના મહામારીનું કેન્દ્ર
ગેબાર્ડ દ્વારા જાહેર દસ્તાવેજો અનુસાર, એન્થોની ફૌસીએ અમેરિકન ટેક્સ પેયર્સના લાખો ડોલર ચીનમાં વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલ્યા હતા. જેને કોરોના મહામારીનું કેન્દ્ર માનવામાં આવે છે. આ ગુપ્ત દસ્તાવેજો મુજબ ફૌસીએ વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે ચામાચીડિયાના કોરોના વાયરસ પર જોખમી "ગેઇન-ઓફ-ફંક્શન" સંશોધન માટે આ ભંડોળ પૂરું પાડ્યું હતું.
ફૌસીએ ઇન્ટેલીજન્સ નેટવર્ક સાથે મળી લેબ લીકના પુરાવા દબાવી દીધા
તુલસી ગેબાર્ડે દસ્તાવેજના આધારે ફૌસી પર સીધો હુમલો કરતા જણાવ્યું છે કે તેવો યુએસ કોંગ્રેસ સમક્ષ શપથ લઈને ખોટું બોલ્યા હતા. ગેબાર્ડનો આરોપ છે કે ફૌસીએ ઇન્ટેલીજન્સ નેટવર્ક સાથે મળીને લેબ લીકના પુરાવા દબાવી દીધા અને વાયરસના કુદરતી મૂળ અંગે દાવાને સમર્થન આપ્યું હતું. જેથી તેમણે ભંડોળ પૂરું પાડ્યું હોય તેવી મહત્વની બાબતને છુપાવી શકાય.