દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Politics
દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Politics
અમેરિકાના ટેક્સાસમાં ભારતીય પરિવારના ત્રણ સભ્યોની હત્યા કરવામાં આવી છે. જેમાં પરિવારના આંતરિક ખટરાગમાં પુત્રએ તેની માતા, પિતા અને દાદીને માથા પર ગોળી મારીને હત્યા કરી હતી. આ યુવાન પંજાબના નવાશહર જિલ્લાના લખપુર ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. આ યુવાનની ઉંમર માત્ર 19 વર્ષની છે. પોલીસે તેની ધરપકડ કરી છે.
પશ્ચિમ બંગાળમાં ટીએમસીમાં સતત ભંગાણ વચ્ચે ટીએમસી નેતાઓ લોકસભા સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી હતી. આ નેતાઓમાં અભિષેક બેનર્જી સાથે કલ્યાણ બેનર્જી, ડેરેક ઓ'બ્રાયન, મહુઆ મોઇત્રા અને સૌગત રોય સામેલ હતા. જેમાં અભિષેક બેનર્જીએ બળવાખોર સાંસદોના વિલીનીકરણને ગેરબંધારણીય ગણાવ્યું હતું.
દમ્બુલામાં રવિવારે ટ્રાયેન્ગ્યૂલર ટૂર્નામેન્ટમાં ઇન્ડિયા-એ અને શ્રીલંકા-એ વચ્ચે ફાઇનલ (સવારે 10.00 વાગ્યાથી) રમાશે. શુક્રવારે સેમિ ફાઇનલ જેવા મુકાબલામાં શ્રીલંકા-એ (8/322)નો અફઘાનિસ્તાન-એ (10/219)નો 103 રનથી પરાજય થયો હતો. લીગ રાઉન્ડમાં પ્રથમ લીગ મુકાબલામાં તિલક રાજની ટીમે શ્રીલંકા-એની ટીમને હરાવી હતી, પણ બીજા મુકાબલામાં શ્રીલંકા-એનો સુપર ઓવરમાં વિજય થયો હતો. ઉલ્લેખનીય છે કે એ સુપર ઓવર બાદ શ્રીલંકન ખેલાડીઓની પજવણીને પગલે વૈભવ સૂર્યવંશીએ પિત્તો ગુમાવ્યો હતો અને શ્રીલંકન ખેલાડીને ધક્કો માર્યો હતો. એ મૅચમાં શ્રીલંકાના ખેલાડીઓએ વારંવાર ભારતીય ખેલાડીઓને ગાળ આપી હતી.
વિશ્વભરમાં હાહાકાર મચાવનાર અને જીવલેણ કોરોના ચીનની રિસર્ચ લેબમાં વિકસાવવામાં આવ્યો હતો.આ અંગે યુએસ ઇન્ટેલિજન્સ ચીફ તુલસી ગબાર્ડના નિવેદને લોકોને હચમચાવી નાખ્યા છે. તુલસી ગબાર્ડે જણાવ્યું હતું કે જો બાઇડનના મેડિકલ એડવાઇઝર એન્થોની ફૌસીએ ચીનના વુહાનની રિસર્ચ લેબને ભંડોળ પૂરું પાડ્યું હતું.
મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં ભારત ગ્રૂપ-1માં મોખરે છે અને ભારતની આગામી મૅચ રવિવારે (સાંજે 7.00 વાગ્યાથી) મૅન્ચેસ્ટરમાં સાઉથ આફ્રિકા સામે રમાશે, પરંતુ ભારતીય ટીમના ચાહકો માટે એક બૅડ ન્યૂઝ છે કે ઑફ સ્પિનર શ્રેયંકા પાટીલ પગની ઘૂંટીની ઈજાને કારણે આ ટૂર્નામેન્ટની બહાર થઈ ગઈ છે અને તેના સ્થાને નવોદિત લેગ સ્પિનર પ્રેમા રાવતને સ્ક્વૉડમાં સમાવવામાં આવી છે. શ્રેયંકાને પાકિસ્તાન અને નેધરલૅન્ડ્સ સામેની મૅચમાં એક પણ વિકેટ નહોતી મળી. જોકે ભારતીય મહિલા ક્રિકેટ લેજન્ડ મિતાલી રાજ કહે છે કે પાટીલની ગેરહાજરી ભારતીય ટીમ માટે મોટો આંચકો કહેવાય.

મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીથી વિશ્વના અનેક દેશોને રાહત થવાની છે. જેમાં સમજૂતી બાદ હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણ રીતે ખુલશે. જેના લીધે પેટ્રોલ ડીઝલના ભાવમાં તો ઘટાડો થશે જ સાથે અન્ય વસ્તુઓ પણ સસ્તી થશે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પણ જોવા મળશે. જેમાં એલપીજી, ખાદ્યપદાર્થો,કપડાની ભાવમાં ઘટાડો થશે. તેમજ લોનની ઈએમઆઈ પણ ઘટી શકે છે.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની મુશ્કેલીમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમની પાર્ટી ટીએમસીમાં સતત ભંગાણ પડી રહ્યું છે. જેમાં હવે મમતા બેનર્જીના નજીકના અને ભૂતપૂર્વ મંત્રી જ્યોતિ પ્રિયા મલ્લિકે શુક્રવારે ટીએમસીના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજીનામાં માટે ખરાબ સ્વાસ્થ્યને જવાબદાર ગણાવ્યું છે.
કર્ણાટકમાં વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપના ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલા ક્રોસ વોટિંગ બાદ ભાજપ એકશન મોડમાં છે. જેમાં રાજ્યના પાર્ટી અધ્યક્ષ વિજયેન્દ્રના જણાવ્યા મુજબ આ ધારાસભ્યોની ઓળખ કરી લેવામાં
આવી છે. આ અંગે હવે રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે ચર્ચા કરીને એકશન લેવામાં આવશે.
દિલ્હી હાઈકોર્ટે NEET પુનઃપરીક્ષાના પગલે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા કામચલાઉ પ્રતિબંધને પડકારતી ટેલિગ્રામની અરજીને ફગાવી દીધી છે, જેનાથી મેસેજિંગ પ્લેટફોર્મને કોઈપણ રાહત મળી નથી. IT એક્ટની કલમ 69A હેઠળ જારી કરાયેલા આદેશને પડકારતી અરજીને ફગાવી દેતા, ન્યાયાધીશ તેજસ કારિયાએ 22 જૂન સુધી ટેલિગ્રામને બ્લોક કરવાના સરકારના નિર્ણયને સમર્થન આપ્યું હતું.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગુરુદ્વારામાં એક શીખ દંપતીની હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. આ કેસમાં પોલીસે મુખ્ય શંકાસ્પદની ધરપકડ કરી છે. વૃદ્ધ શીખ દંપતી ગુરુદ્વારામાં રહેતા હતા અને સેવાદાર તરીકે સેવા આપતા હતા. મંદિરની જાળવણી માટે જવાબદાર સંભાળ રાખનારા. બુધવારે તેમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે હવે મુખ્ય શંકાસ્પદની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.