Wed Jun 17 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 17 June 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-06-17 07:49:23
Author: mumbai samachar team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

 

Live Updates

2026-06-17 15:31:38

ટીએમસી અને શિવસેના(યુબીટી)માં ઉથલપાથલ મુદ્દે કોંગ્રેસ આક્રોશિત, કહ્યું અમિત શાહ જવાબદાર

પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રના રાજકારણ બદલાતા  રાજકીય સમીકરણો પાછળ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો દોરી સંચાર હોવાનો સીધો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. હાલમાં જ પશ્ચિમ બંગાળમાંથી ટીએમસીના 20 સાંસદો અને મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેના(યુબીટી) ના 6 સાંસદો એ પક્ષ છોડ્યો છે.

2026-06-17 14:38:42

ફરી ઉદ્ધવ ઠાકરેની શિવસેના તૂટી

મમતા બેનરજીની ટીએમસી પછી ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી)ની શિવસેના ફરી એકવાર તૂટી છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના 6 સાંસદોએ આખરે પોતાનો અલગ રસ્તો પસંદ કરી લીધો છે અને લોકસભાના સ્પીકર ઓમ બિરલાને લેખિત પત્ર સોંપ્યો છે.

2026-06-17 11:06:48

આક્રમક શરૂઆત બાદ વૈભવ સૂર્યવંશીએ ગુમાવી વિકેટ

શ્રીલંકામાં રમાઈ રહેલી ટ્રાય નેશન એ સીરિઝમાં આજે ઈન્ડિયા એ અને અફઘાનિસ્તાન એ વચ્ચે મુકાબલો રમાઈ રહ્યો છે. આઈપીએલ સુપરસ્ટાર વૈભવ સૂર્યવંશી સારી શરૂઆત બાદ ફરી મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ ગયો હતો. સૂર્યવંશી  28 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 38 રન બનાવી આઉટ થયો હતો. 14 ઓવરના અંતે ઈન્ડિયા એ નો સ્કોર 1 વિકેટના નુકસાન પર 113 રન છે.

2026-06-17 09:38:42

માર્કેટમાં તેજીની આગેકૂચ, સેન્સેક્સ 271 પોઇન્ટ વધી ખુલ્યો, નિફ્ટી 24,000ની ઉપર

સપ્તાની શરૂઆતથી જ શેર બજારમાં સતત તેજીની આગેકૂચ જોવા મળી છે. સેન્સેક્સ ગઇકાલના બંધથી 271 પોઇન્ટ વધી 77000ની ઉપર ખુલ્યો છે. તો નિફ્ટી 55 પોઇન્ટના વધારા સાથે 24,044ની સપાટીએ ખુલ્યો છે. નિફ્ટી મંગળવારના સેશનમાં 23,989.15ની સપાટીએ બંધ રહ્યો હતો. માર્કેટમાં ડિક્સોન, ટ્રેન્ટ, વિપ્રોમાં શરૂઆતી તેજી જોવા મળી છે.

2026-06-17 08:24:24

વડોદરામાં લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ટક્કરમાં 6ના મોત, 26 મુસાફરો ઈજાગ્રસ્ત

વડોદરામાં એક  માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. રાજસ્થાનના બાંસવાડાથી સુરત જઈ રહેલી બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસને વડોદરા નજીક અકસ્માત નડ્યો છે. બસના ચાલકે આગળ જઈ રહેલી ટ્રકને પાછળથી જોરદાર ટક્કર મારતાં આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ભીષણ ટક્કરમાં 6 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 26થી વધુ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા  છે.

2026-06-17 08:09:21

સંજય રાઉતનો મોટો દાવો, સાંસદોને 15-15 કરોડની ઓફર, ઉદ્ધવ જૂથમાં તૂટની આશંકા

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે. ઉદ્ધવ ઠાકરે (UBT)ની શિવસેનામાં મોટું ભંગાણ થવા જઇ રહ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. ઉદ્ધવના 9માંથી 6 સાંસદ બળવાખોર બનવાના મૂડમાં છે. UBT સાંસદ સંજય રાઉતે મોટો દાવો કર્યો છે. રાઉતે દેવેન્દ્ર ફડણવીસને ટેગ કરીને દાવો કર્યો છે કે ઉદ્ધવ જૂથના સાંસદોને 15-15 કરોડની ઓફર આપવામાં આવી રહી છે. UBTના ઘણાં સાંસદોના ફોન સ્વીચ ઓફ આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 6 થી 7 સાંસદો એકનાથ શિંદે જૂથમાં સામેલ થઇ શકે છે.