Sun Sep 06 2026

Logo

સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર ચર્ચામાં વિપક્ષ પણ સામેલ થશે

2026-07-27 18:21:41
Author: Chandrakant Kanoja
સંસદમાં એન્ટી પેપર લીક બિલ પર ચર્ચામાં વિપક્ષ પણ સામેલ થશે

નવી દિલ્હી: સંસદમાં ચોમાસું સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા સતત હંગામો કરવામાં આવી રહ્યો છે. જોકે, આ દરમિયાન વિપક્ષી દળો  એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા માટે સહમત થયા છે. જેમાં સ્પીકર ઓમ બિરલાની પહેલ બાદ મુખ્ય રાજકીય પક્ષો ગૃહમાં એન્ટી પેપર બિલ પર ચર્ચામાં સામેલ થશે. 

પેપર લીક વિરુદ્ધ લોક પરીક્ષા બિલ- 2026 પર ચર્ચા 

પેપર લીક વિરુદ્ધ લોક પરીક્ષા (અનુચિત સાધન નિવારણ) બિલ-2026 પર ચર્ચા 28 જુલાઈના રોજ બપોરે 12:00 વાગ્યે શરૂ થવાની સંભાવના છે. ગૃહની કાર્યવાહી દરમિયાન સ્પીકર ઓમ બિરલાએ તમામ પક્ષોને આ બાબત પર વિચાર કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું આ વિષય દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને  સ્પર્ધાત્મક પરીક્ષાઓની પારદર્શિતા સાથે જોડાયેલો છે. તેમણે ભાર મૂક્યો હતો કે આ વિષય પર વ્યાપક અને મહત્વપૂર્ણ ચર્ચા જરૂરી છે. 

સત્તાધારી અને વિપક્ષ વચ્ચે સર્વસંમતિ સધાઈ

ત્યારબાદતેમણે વિવિધ રાજકીય પક્ષોના ફ્લોર લીડર્સની વ્યક્તિગત સલાહ લીધી હતી. જેની  એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા કરવા માટે સત્તાધારી અને વિપક્ષ વચ્ચે સર્વસંમતિ સધાઈ હતી. તેમજ આ અંગે વિગતવાર ચર્ચા મંગળવારે બપોરે 12:00 વાગ્યે શરૂ કરવામાં આવશે.