સોશિયલ મીડિયામાં દુનિયાભરનું કન્ટેન્ટ નાખવામાં આવતું હોય છે. જેમાંથી કેટલીક વિગતો સાચી હોય તો કેટલીક અફવા માત્ર હોય છે. પરંતુ હવે તમને ખબર કઈ રીતે પડે કે આ માહિતી સાચી છે કે નહીં? અત્યારે સોશિયલ મીડિયામાં 15 જુલાઈ અંગે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. એવા અનેક વીડિયો પોસ્ટ કરવામાં આવી રહ્યાં છે જેમાં 15 જુલાઈએ ભારત બંધ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ સાચી હકિકત શું છે? ચાલો વિગતે જાણીએ...
સોશિયલ મીડિયામાં કરવામાં આવી રહેલા દાવા એકદમ ખોટા
વાયરલ થયેલા વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ખેડૂત સંગઠનો, યુવાનો અને પરિવહન કર્મચારીઓ સાથે દેશના નાગરિકો દ્વારા 15 જુલાઈએ ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ મેસેજને ખૂબ જ ફોરવર્ડ કરવામાં આવી રહ્યો છે. ઈંધણની કિંમતોમાં વધારો અને મિશ્રિત ઈંધણ આપવામાં આવી રહ્યો હોવાથી તેનો વિરોધ કરવા માટે પ્રદર્શન કરવામાં આવશે તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.
ભારત બંધની કોઈ સંગઠને સત્તાવાર જાહેરાત નથી કરી!
હવે મહત્વપૂર્ણ વાત એ છે કે, આ દાવા સાવ પોકળ છે! કારણ કે, ભારતના કોઈ પણ ખેડૂત સંગઠને, પરિવહન સંગઠને આવી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. સરકાર દ્વારા પણ આવા દેશવ્યાપી બંધની કોઈ પુષ્ટિ કરી નથી! આ ભારત બંધના દાવાના વીડિયો ખાસ કરીને ઈન્સ્ટાગ્રામમાં શેર કરવામાં આવી રહ્યાં છે. કેન્દ્ર સરકાર કે કોઈ પણ રાજ્યની રાજ્ય સરકાર કે પછી કોઈ રાષ્ટ્રીય ખેડૂત સંગઠનો દ્વારા પણ આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ વાયરલ વીડિયોમાં કરવામાં આવી રહેલા દાવા સાચા છે તેવું પણ ક્યાંય પ્રમાણિત થયું નથી.
15 જુલાઈની ખબર વિશે @PIB_India ફેક્ટ ચેક કરવું જોઈએ...#15july
— MG Vimal ✍️ - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) July 13, 2026
pic.twitter.com/BPFSxF0jGd
ખોટા અને અફવા ફેલાવતા વીડિયોને ફોરવર્ડ ના કરવા
સોશિયલ મીડિયામાં આવા દાવા કરતી પોસ્ટ તમારી પાસે આવે છે તો તમારે તેનાથી ડરવાની જરૂર નથી. આવી ભ્રામક માહિતીથી દૂર રહેવું જોઈએ. ખાસ વાત કે આવી અફવા ફેલાવતા વીડિયો કે પોસ્ટ બીજે ક્યાંય ફોર્વર્ડ પણ ન કરવા જોઈએ. જ્યાં સુધી કોઈ માન્ય સંગઠન દ્વારા કોઈ દાવાની પુષ્ટિ ના થાય ત્યાં સુધી તે જાણકારીને સાચી માનવી નહીં. આ દાવાની કોઈ પણ સંગઠન દ્વારા સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી. એટલે કે આ માહિતી ખોટી છે અને માત્ર એક અફવા છે.