Mon Jul 13 2026

Logo

ગુજરાતના અંબાજીના મંદિરમાંથી દાન ચોરી, ત્રણની ધરપકડ પણ કઈ રીતે છૂટી ગયા?

2026-07-13 09:30:00
Author: Mayur Patel
Article Image

અંબાજીઃ અયોધ્યના રામ મંદિરમાં દાન ચોરીનો મુદ્દો હાલ દેશભરમાં ચર્ચામાં છે ત્યારે ગુજરાતના અંબાજીના મંદિરમાંથી પણ દાન ચોરી સામે આવી છે. જેને લઈ માઈ ભક્તોમાં રોષ ફાટી નીકળ્યો છે. આ મુદ્દે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તેઓ કોર્ટમાંથી જામીન મેળવીને છૂટી ગયા હતા.

શું છે સમગ્ર મામલો

ગુજરાત સહિત દેશમાં અનેક લોકોની આસ્થાના કેન્દ્ર સમાન અંબાજીમાં એપ્રિલ મહિનામાં દાન ચોરીનો કેસ સામે આવ્યો હતો. આ કેસમાં સીસીટીવી ફૂટેજમાં આરોપી ચિરાગ ઠાકોર 21 એપ્રિલના રોજ નોટોના બંડલની ચોરી કરતા જોવા મળ્યો હતો. 7  મે ના રોજ ચિરાગ ઠાકોરે રૂ. 1.04 લાખનું નોટોનું બંડલ ખિસ્સામાં છુપાવી બાથરૂમ જવાના બહાને બિહાર નીકળ્યો હતો. આ મામલે બનાસકાંઠાના અધિક કલેકટરની ફરિયાદના આધારે અંબાજી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. 

આરોપીને કડક સજાની માંગ ઉઠી

ગુનો નોંધાયા બાદ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.પરંતુ હાલ આરોપીઓ કોર્ટમાંથી જામીન મેળવીને છૂટી ગયા છે. ગુજરાત સહિત દેશમાં એકબાજુ હિંદુત્વની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ યાત્રાધામોમાં દાનપેટી પણ સલામત રહી નથી. અંબાજીમાં દાન ચોરી કેસમાં  સંડોવાયેલા આરોપીને કડક સજાની માંગ ઉઠી હતી.

2023માં પ્રસાદ વિવાદ પણ આવ્યો હતો સામે

ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અંબાજી મંદિર વિવાદમાં આવ્યું હતું. 2023માં પ્રસાદ વિવાદ સામે આવ્યો હતો. અંબાજી મંદિરમાં  એપ્રિલ 2023માં પરંપરાગત મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચિક્કી આપવાનો વિવાદ થયો હતો અને આ વિવાદ 10 દિવસ બાદ શાંત પડ્યો હતો. સરકારે હસ્તક્ષેપ કરીને મોહનથાળ અને ચિક્કી ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.