મુંબઈઃ જાહ્નવી કપૂરની ફેશન સેન્સની જ્યારે પણ વાત કરવામાં આવે ત્યારે સૌથી વધારે એના આઉટફિટની ચર્ચા થાય છે. ફેન્સ ત્યાં સુધી કહે છે કે, એના પર દરેક આઉટફિટ મસ્ત લાગી રહ્યા છે. એ પછી વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, ઈન્ડો વેસ્ટર્ન હોય કે કસ્ટમાઈઝ. તાજેતરમાં બ્લેક કલરના એબ્રોડરી લહેંગામાં તેણે એક રોયલ લૂક બનાવી દીધો હતો. આ રોયલ લૂકમાં મસ્ત ફોટો પણ ક્લિક કર્યા હતા. આ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ થતા ફેન્સ કોમેન્ટ કરવા પર મજબૂર થયા હતા.
દિલ ખોલીને ફેન્સે કરી કોમેન્ટ
અંશુલા કપુરના લગ્નમાં એક મસ્ત ડ્રેસિંગ સાથે તે જોવા મળી હતી. આ માટે તેણે જે ડ્રેસ પસંદ કર્યો હતો એની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. નવા ડ્રેસમાં તેણે એકથી એક ચડિયાતા પોઝ આપીને ફોટો ક્લિક કરાવ્યા હતા. આ દરેક ફોટો પર ફેન્સ દિલ ખોલીને દિલવાળું ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે તો કોઈ એની બ્યૂટીના વખાણ કરી રહ્યા છે. તો કોઈ એના ફીગર અને ફીટનેસ અંગે પ્રશંસા કરી રહ્યા છે. બ્લેક કલરના ડ્રેસમાં મસ્ત લહેંગા લૂકમાં ટ્રડિશલ આઉટફિટ પહેર્યા હતા. બ્લેક બ્લાઉઝમાં એબ્રોડરી વર્કથી એનો લૂક અલગ પડી જતો હતો. આ બ્લાઉઝ પર બારિકીથી વર્ક કરવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ
આ તસવીર સોશિયલ મીડિયા પર જોરશોરથી શૅર થઈ રહી છે. આ દરેક ફોટોમાં એનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે. લોકો આને દેશી લૂક એવું ટેગ આપી રહ્યા છે. રેડ અને બ્લેક કલરના આઉટફિટ એના પર બેસ્ટ લાગી રહ્યા છે. દરેક ફોટોમાં તે સ્ટિનિંગ લૂક આપી રહી છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પર શૅર કરીને જાહ્નવીએ ફેન્સને પોતાની નવી અપડેટ આપી હતી. લોંગ નેક બ્લાઉઝ પણ એના પર સૂટ કરી રહ્યું છે. કલર કોમ્બો સ્પેશિયલ જોઈને અનેક યુવતીઓ આ ફેશન ટ્રેન્ડ ફોલો પણ કરી શકે છે. ખાસ કરીને પોતાની બેસ્ટ ફ્રેન્ડના લગ્નમાં આવો દેશી અંદાજ ફોલો કરી શકે છે.

યુનિક આઉટફિટ
આ આઉટફિટના દરેક ફોટોમાં તે ખૂબ જ યુનિક દેખાઈ રહી છે. લેંઘા અને બ્લાઉઝ પર કરેલી બારિકી ફેન્સને ઈમ્પ્રેસ કરી રહી છે. બ્લેક કલરના લાંબા ઘેર વાળા લહેંગાની બોર્ડરે સૌનું ધ્યાન ખેચ્યું હતું. જે જાહ્નવીને એક દેશી લૂક આપે છે. આ ફોટોમાં તે કોઈ ગામડાંની સ્ત્રી હોય એવી ફીલ આવી રહી છે. બ્રોડ નેકલાઈનને કારણે એનો લૂક બોલ્ડ અને ગ્લેમરસ બની રહ્યો છે. લાલ રંગના મિડપાર્ટ પર એબ્રોડરી વર્ક કરવામાં આવ્યું છે. બ્લાઉઝની હેમ લાઈન પર મલ્ટિકલર એડ કરવામાં આવ્યો છે. લહેંગામાં ઝરીથી એક ચમકીલો ઊઠાવ આવી રહ્યો છે. જે બ્લેક કલરના બેગ્રાઉન્ડને એક રોયલ ટચ આપે છે. આ સાથે બ્લેક કલરની ચુન્ની સજાવટમાં વધારો કરી રહી છે.
કોણ છે ડીઝાઈનર?
ડીઝાઈનર રિંપલ હરમનપ્રીતના ક્લેક્શન પૈકીનું એક આઉટફિટ જાહ્નવીએ પહેર્યો હતો. રિપોર્ટ અનુસાર આ આઉટફિટના એક લહેંગાની કિંમત 1,50,000 હોવાનું જાણવા મળે છે. જ્યારે સમગ્ર આઉટફિટ આ કિંમતથી પણ વધારે હોઈ શકે છે. વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તાજેતરમાં તેણે સાઉથના સુપરસ્ટાર સાથે પેદ્દી ફિલ્મ કરી હતી. આવનારા દિવસોમાં પણ તેની પાસે કેટલાક બોલિવૂડના ફિલ્મ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ અંગે હજુ સુધી એક્ટ્રેસે કોઈ હિન્ટ આપી નથી. એવું પણ માનવામાં આવે છે કે, ટૂંક જ સમયમાં તે કોઈ શુટિંગ શેડ્યુલમાં વ્યસ્ત થશે એટલે નવી ફિલ્મનું એલાન કરશે.