Sat Sep 05 2026

Logo

ડૉલર પરની નિર્ભરતા ખતમ કરવાની 'તૈયારી'? BRICS સમિટમાં ભારત કરી શકે મોટો 'ધમાકો'

2026-09-04 19:47:18
Author: Mumbai Samachar Team
ડૉલર પરની નિર્ભરતા ખતમ કરવાની 'તૈયારી'? BRICS સમિટમાં ભારત કરી શકે મોટો 'ધમાકો'

નવી દિલ્હીઃ દેશની રાજધાની નવી દિલ્હીમાં યોજાનારી બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકા) સમિટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સમંલેનમાં માત્ર કારોબાર કે રોકાણ પર જ નહીં પણ હાલમાં દુનિયામાં જે પ્રકારની પેમેન્ટ ચૂકવણીની વ્યવસ્થા છે એની ચર્ચા થાય તો એક મોટી અસર દુનિયાના દેશો પર થશે. ભારતની યુપીઆઈ ટેક્નોલોજીનું એક અલગ રૂપ દુનિયાને પણ જોવા મળશે. 

આ બ્રિક્સ સમિટમાં ડૉલર પરની નિર્ભરતાને ઘટાડવા માટે અને લોકલ કરન્સીમાં ચૂકવણી કરવા માટે ક્રોસ બોર્ડર ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ તથા સેન્ટ્રલ બેંક ડિજિટલ કરંસીને ભેગી કરવાના વિચાર પર મુહર લાગી શકે એમ છે. દેશની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી બ્રિક્સની આ બેઠકમાં પેમેન્ટ સિસ્ટમને લઈ એક લિંક તૈયાર થાય અને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરંસી જેવા વિકલ્પો પર ચર્ચા થાય એ વિષય પર ખાતરી કરવામાં આવી છે. 

ભારત માટે એક મોટી તક
આ સમગ્ર બેઠકમાં ભારતનું યુપીઆઈ મોડલ સૌથી મોટું અને વધારે મહત્ત્વ ધરાવે છે. ભારત એવું ઈચ્છે છે કે, આ યુપીઆઈ સિસ્ટમ દેશની અંદર બેંકના ખાતાઓ વચ્ચે તાત્કાલિક ડિજિટલ પેમેન્ટને સરળ બનાવે છે. એ જ રીતે બ્રિક્સના દેશણાં અલગ અલગ ફાસ્ટ પેમેન્ટ સિસ્ટમને એકબીજા સાથે કે્નેક્ટ કરી લિંક કરી શકાય એમ છે. આને એક મોડલના રૂપમાં ફાઈનલ કરવામાં નથી આવ્યું પણ ચર્ચા આ વિષય સંબંધિત થઈ શકે એમ છે. 

ડિજિટલ પેમેન્ટને લઈ એક ચોક્કસ રણનીતિ બની શકે એમ છે. આ વ્યવસ્થા દુનિયાના બીજા દેશમાં ઊભી થશે તો ભારતીય વેપારીઓને આનો સીધો લાભ મળી રહેશે. બ્રિક્સના દેશ સાથે વેપાર કરતી કંપનીઓ અને વેપારીઓને ચૂકવણીમાં મોટી સરળતા ઊભી થશે. કેટલાક ઉત્પાદનો પણ સસ્તા થાય એવી આશા છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ઉત્પાદનોને પણ વેગ મળી રહેશે. ભારત યુપીઆઈ મોડલને બીજા દેશ સાથે ક્નેક્ટ કરવા પહેલા દિવસથી કામ કર રહ્યો છે. 

ડૉલર પરનો આધાર ઘટશે?
એવામાં બ્રિક્સની બેઠકમાં ઈન્ટર ઑપેરેબિલિટીનો અભિગમ ભારતને પોતાની આર્થિક સાર્વજનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર શક્તિ બતાવવા માટે એક મોકો આપશે. પણ આ બ્રિક્સના દેશ માટે પેમેન્ટ સિસ્ટમ તૈયાર કરવી આસાન નહીં હોય, કારણ કે જુદા જુદા દેશમાં બેંકની સિસ્ટમ, વ્યવસ્થા, કરંસી રેટ, રેગ્યુલેશન, ડિજિટલ ઈન્ફ્રા અને ક્નેક્ટિવિટી અલગ અલગ રહેવાના છે. બ્રિકસ સમિટમાં દેશના ડિજિટલ સાથે ઈકોનોમિકલ વિષય પર ચર્ચા વિચારણા થઈ શકે છે. ભારતના યુપીઆઈને વૈશ્વિક મંચ પર એક મોટી મજબૂતી મળી શકે એમ છે. 

યુપીઆઈ માટે બ્રિક્સ સમિટ માટે દુનિયાનું મોટું મંચ બની શકે એમ છે. આનાથી દેશની બેકિંગ વ્યવસ્થાને પણ એક મોટો ફાયદો થાય એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બેઠકમાં ડૉલર પર આધાર ઓછો કરવાની વાત થશે એ કહેવું યોગ્ય નથી. કારણ કે, ઘણી કરંસીઓ હજુ કન્વર્ટ રેટ માટે આને આધાર માની રહી છે. બ્રિક્સમાં પેમેન્ટ ચૂકવણી માટેની એક વ્યવસ્થા ઊભી થઈ શકે છે પણ ડૉલર પર સાવ નિર્ભરતા ઘટે એવું બિલકુલ નથી. યુપીઆઈને લઈ ભારત માટે એક મોટો ચાન્સ છે. જે સમગ્ર સિસ્ટમ અને દેશના ડિજિટલ ઉત્પાદને જોડી શકે છે