Sun Jul 12 2026

Logo

દેવદાસ ફિલ્મના 24 વર્ષઃ એક ગીત માટે 25 કરોડનો સેટ કેવી રીતે બનાવ્યો મેકર્સે?

2026-07-12 21:55:15
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ ફિલ્મનિર્મતા સંજય લીલા ભણસાલીની ફિલ્મ હોય અને સેટની વાત ન થાય એવું તે કેમ બને? સ્ટોરની સાથે સેટમાં એકથી એક ચડિયાતા માહોલની માસ્ટરી ધરાવતા સંજય લીલા ભણસાલીની દરેક ફિલ્મ એના સેટથી અલગ પડે છે. સંજયલીલા ભણસાલીની ફિલ્મ 'દેવદાસ'ને 24 વર્ષ પૂરા થયા છે. આજે પણ એક વર્ગની આ ફેવરીટ ફિલ્મ બની છે. બોક્સઓફિસ પર સુપરહિટ સાબિત થયેલી ફિલ્મ ફેન્સને ખૂબ જ પસંદ આવી હતી. 

ભારતીય સિનેમાની ઉત્તમ ફિલ્મ

રિલીઝ થયાના 24 વર્ષ પછી પણ 'દેવદાસ' આજે પણ ભારતીય સિનેમાની ઉત્તમ ફિલ્મ માનવામાં આવે છે. બેસ્ટ સ્ટોરી, શાનદાર સંગીત અને ભવ્ય સેટના વખાણ આજે પણ થઈ રહ્યા છે. ખાસ કરીને અભિનયના દમ પર લોકોના દિલ જીતનારી બે જોરદાર એક્ટ્રેસ માધુરી દીક્ષિત અને ઐશ્વર્યા રાયે આ ફિલ્મ થકી પોતાની કરિયરમાં એક માઈલસ્ટોન ઊભો કરી દીધો છે.

આ ફિલ્મમાં શાહરૂખ ખાને પણ એક અલગ લેવલનો અભિનય કર્યો છે. સંજયલીલા ભણસાલીએ આ ફિલ્મ માટે સૌથી વધારે મહેનત કરી છે. ફિલ્મ સ્ક્રિન પર જ નહીં પણ ફિલ્મની સ્ક્રિનની પાછળ પણ એને બનાવવા માટેનું ઝનૂન જોવા મળ્યું છે. એ સમયે આ ફિલ્મનું બજેટ 50 કરોડ હતું.

સેટનો ખર્ચ સૌથી વધુ

એ સમયે ફિલ્મ માટે આટલો ખર્ચો કરવો એક મોટી વાત મનાતી હતી.એક રિસ્ક માનવામાં આવતું હતું. ફિલ્મના સેટ નિતિન ચંદ્રકાંત દેસાઈએ તૈયાર કર્યા હતા. આ સેટ માટે જ અલગથી 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ચંદ્રમુખીનો કોઠો જે રીતે તૈયાર કરવામાં આવ્યો છે એ સેટ સૌથી મોંઘો હતો. આ સેટ તૈયાર કરવામાં જ 12 કરોડનો ખર્ચો થયો હતો. આ સેટ રાજસ્થાના દેલવાળાના મંદિરથી પ્રેરિત હતો પણ એની ક્યાંય કોપી કરવામાં આવી ન હતી.

ફિલ્મના કોસ્ચ્યુમે ફેશન ઈન્ડસ્ટ્રીમાં એક દિશામાં દ્વાર ખોલી નાંખ્યા હતા. ડીઝાઈનર નીતા લુલ્લાએ ઐશ્વર્યા રાય માટે કૉલકાતાથી આશરે 600 સાડીની ખરીદી કરી હતી. પછી એને મિક્સમેચ કરીને આઉટફિટ તરીકે તૈયાર કરવામાં આવી. 

કોસ્ચ્યુમે ખોલ્યા ફેશનજગતના દ્વાર

અબુજાની અને સંદીપ ખોસલાએ માધુરીનો લહેંગો તૈયાર કર્યો હતો. જેની કિંમત 15 લાખ હતી. કાહે છોડે ગીતમાં માધુરીનો ઘાઘરો 30 કિલોનો હતો. પછી મુવમેન્ટમાં મુશ્કેલી થતા 16 કિલોનો કરી દેવામાં આવ્યો હતો. આ ફિલ્મને ઓસ્કાર માટે પણ મોકલવામાં આવી હતી. 11 ફિલ્મફેર અને 5 રાષ્ટ્રીય પુરસ્કાર આ ફિલ્મને મળ્યા છે.

ફિલ્મમાં ઈસ્માઈલ દરબારનું સંગીત આજે પણ એક આખા વર્ગનું સૌથી પ્રિય સંગીત છે. આ એ સમય હતો જ્યારે શ્રેયાના કરિયરનો એક પહેલો તબક્કો મસ્ત રીતે જઈ રહ્યો હતો. એ સમયે ડોલા રે ડોલા રે ગીત મળ્યું હતું. કોર્યોગ્રાફર સરોજ ખાને પણ એકથી એક બેસ્ટ સ્ટેપ આપીને ગીતને ચાર ચાંદ લગાવી દીઘા હતા. આ ગીતને પણ નેશનલ એવોર્ડ મળ્યો હતો.