Mon Jul 13 2026

Logo

કીર્તિ પટેલે નયના બારૈયાના વાદે ચડીને કોનાં જાહેરમાં કપડાં ઉતારવાની ધમકી આપતાં થયો કેસ ?

2026-07-13 11:06:00
Author: Mayur Patel
Article Image

સુરતઃ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ ફરી એક વાર વિવાદમાં આવી છે. કીર્તિ પટેલે ભાવનગરની સસ્પેન્ડ કરવામાં આવેલી કોન્સ્ટેબલ નયના બારૈયાના વાદે ચડીને ભાવનગરના બોરડા ગામના સરપંચના પતિ રાજુ ભમ્મરના કપડાં ઉતારવાની ધમકી આપતાં કેસ થયો છે. સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાઈ છે.

જાણો શું છે સમગ્ર મામલો

સુરતના પુણા પોલીસ સ્ટેશન બહાર કીર્તિ પટેલે તમાશો કર્યો હતો. તેણે રાજુ ભમ્મરને પડકાર ફેંક્યો હતો કે પોલીસ ફરિયાદ કરવી હોય તો હું અહીં જ ઉભી છું. સામે આવીને બતાવ. 

જે બાદ રાજુ ભમ્મરે જણાવ્યું કે, તેઓ અગાઉ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતી અને હાલ સસ્પેન્ડ કરવામાં આવેલી કોન્સ્ટેબલ નયના બારૈયા સાથે 21 મહિના સુધી લિવ ઈનમાં રહ્યા હતા. આ સંબંધ તૂટ્યા બાદ નયના બારૈયાના કહેવાથી જ કીર્તિ પટેલે તેને અને તેના પરિવારને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનું કાવતરું રચ્યું હતું.

 

ગત મહિને કીર્તિ પટેલે તેમનો વોટ્સએપ કૉલ કરીને તેમના સરપંચ પત્ની અને સગાભાઈ વચ્ચે  ગેરકાયદે સંબંધ હોવાના ખાટા આક્ષેપ કર્યા હતા. ઉપરાંત ગાળો બોલીને ધમકી પણ આપી હતી. જે બાદ ઈન્સ્ટાગ્રામ પર અનેક વીડિયો અને રિલ્સ બનાવી તેમના પરિવાર વિશે ખોટી માહિતી ફેલાવી સામાજિક પ્રતિષ્ઠા ખરડાવી હતી.

વાયરલ વીડિયોમાં કીર્તિ પટેલે એવો પણ આક્ષેપ કર્યો હતો કે રાજુએ 250 છોકરીઓની જિંદગી બગાડી છે. રાજુને સપોર્ટ કરનારાઓ માટે પણ કીર્તિએ ખરાબ શબ્દો વાપર્યા હતા. આ ઉપરાંત, તમે જ્યાં મળશો ત્યાં નયના તમારા કપડાં ફાડી નાખશે તેવી ધમકીઓ આપીને પૈસા પડાવવા અને ખંડણી માંગવાના ઈરાદા સાથે ખોટી વાતો ફેલાવવામાં આવી હતી.

કોણ છે કીર્તિ પટેલ

કીર્તિ પટેલ એક સમયે ફેશન ડિઝાઈનર હતી. તેમજ સોશિયલ મીડિયા પર વીડિયો બનાવી ફેમસ થઈ હતી. જોકે સોશિયલ મીડિયા પર ફેમસ થયા બાદ તે વિવિધ વિવાદમાં આવી હતી. શરૂઆતમાં માત્ર કોમેડી વીડિયો બનાવતી કીર્તિ પટેલ હવે વધારે વિવાદોથી ઘેરાયેલી રહે છે. "એની માને" ડાયલોગથી ફેમસ કીર્તિ પટેલને ટ્રોલરો ટ્રોલ કરવાનો મોકો નથી છોડતા. અગાઉ પણ હાથી અને ઘુવડવાળા મુદ્દાને લઈને વીડિયો બનાવ્યા હતા અને જેમના કારણે ઘણાં વિવાદો સર્જાયા હતા. આ ઉપરાંત મૃગીકુંડમાં સ્નાન, ભારતીબાપુ આશ્રમ વીડિયો સહિત અનેક વિવાદમાં સપડાઈ છે.