Mon Jul 13 2026

Logo

બ્લોકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર’ આ દેશમાં ફ્લોપ! પહેલા દિવસે 1000 દર્શકો પણ ના મળ્યાં...

2026-07-13 14:30:00
Author: Vimal Prajapati
Article Image


મુંબઈ / ટોક્યોઃ રણવીરની ફિલ્મ ‘ધુરંધર’ ભારત સહિત દુનિયાભરમાં બ્લોકબસ્ટર સાબિત થઈ છે. પરંતુ એક દેશ એવો છે જ્યાં આ ફિલ્મ એકદમ ફ્લોપ સાબિત થઈ છે. વિગતે વાત કરીએ તો, 10 જુલાઈએ ‘ધુરંધર’ને જાપાનમાં રિલીઝ કરવાાં આવી હતી. રિલીઝ થયાને ત્રણ દિવસ થઈ ગયાં છે પણ આ ફિલ્મ જાપાનમાં કોઈ ખાસ કમાલ કરી શકી નથી. જાપાનમાં આ ફિલ્મ દર્શકોને થિયેટર સુધી લાવવામાં એકદમ નાકામ સાબિત થઈ છે. એટલે કે ઓપનિંગમાં કોઈ ખાસ કમાણી થઈ નથી, તેવા અહેવાલ મળ્યાં છે. 

પહેલા દિવસે ‘ધુરંધર’ને જોવા માત્ર 900 દર્શકો આવ્યાં

આદિત્ય ધરે ડિરેક્ટ કરેલી અને ખૂબ જ મોટા બજેટની એક્શન ડ્રામા ફિલ્મ જાપાનમાં 10 જુલાઈ 80 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી હતી. અહેવાલ પ્રમાણે  આ ફિલ્મને જોવા માટે પહેલા દિવસે 900થી પણ ઓછા લોકો ગયાં હતાં. જો કે, જાપાનમાં આ ફિલ્મનું જોરદાર પ્રમોશન કરવામાં આવ્યું હતું. પરંતુ પ્રમોશન કરવાનો કોઈ ફાયદો થયો નથી. જાપાનમાં રિલીઝ થયેલી ભારતીય ફિલ્મો સૌથી ઓછી ઓપનિંગ કમાણી કરનારી ફિલ્મમાં પણ ‘ધુરંધર’નું નામ આવી ગયું છે. 

‘ધુરંધર’ ઓપનિંગ કમાણીમાં જાપાનની 25 ફ્લોપ ફિલ્મમાં સામેલ

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાપાનમાં પહેલા જ દિવસે ફ્લોપ થયેલી 25 ફિલ્મમાં પણ ‘ધુરંધર’ સામેલ થઈ ગઈ છે. ભારતમાં જે ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ, તે જાપાનમાં ફ્લોપ ગઈ છે. કોઈ ભારતીય સ્પાઈ ફિલ્મે વિશ્વમાં સૌથી વધારે કમાણી કરી હોય તે તેમાં ‘ધુરંધર’નું નામ પ્રથમ ક્રમે આવી ગયું છે. જાપાનમાં પણ આ ફિલ્મ સારી કમાણી કરશે તેવી આશા હતી, પરંતુ મેકર્સની તમામ આશાઓ પર પાણી ફરી વળ્યું છે. 

ભારતની બ્લોકબસ્ટર ફિલ્મ જાપાનમાં ફ્લોપ કેમ?

જાપાનમાં રિલીઝ થયેલી ભારતીય સફળ ફિલ્મોની વાત કરવામાં આવે તો, તો તેમાં જુનિયર એનટીઆર અને રામ ચરણની ‘આરઆરઆર’ અને ‘સાફો’નું નામ આવે છે. ‘સાફો’ ફિલ્મ ભલે ભારતમાં સારૂ પ્રદર્શન નહોતી કરી શકી પરંતુ જાપાનમાં આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો. જ્યારે ભારતમાં બ્લોકબસ્ટર સાબિત થયેલી ફિલ્મ ‘ધુરંધર’ અને ‘પુષ્પા 2’ને જાપાનમાં ભારે નિરાશા મળી! તેનો અર્થ એ છે કે, જો કોઈ ફિલ્મ વિશ્વમાં બ્લોકબસ્ટર થઈ અને તે જાપાનમાં પણ બ્લોકબસ્ટર થશે તેવું નથી. જાપાનમાં ફિલ્મને બ્લોકબસ્ટર કરવા માટે વધારે મહેનતની જરૂર પડે છે.