મુંબઈ: બોલિવુડની અભિનેત્રી દિશા પટની હાલમાં દેશ સાથે વિદેશોમાં પણ ચર્ચામાં આવી રહી છે. જેનું કારણ એ છે કે તે હવે બોલીવુડ બાદ હોલીવુડ ફિલ્મમાં ધૂમ મચાવતી જોવા મળશે. હાલમાં જ દિશા 'વેલકમ ટૂ ધ જંગલ' ફિલ્મમાં જોવા મળી હતી. હવે તે બોલીવુડમાં પર્દાપણ કરવા માટે સજ્જ થઈ ચુકી છે. તે ઓસ્કાર વિનિંગ ડાયરેક્ટર કેવિન સ્પેસીની આગામી ફિલ્મ 'હોલિમાર્ડ સાગા: ધ પોર્ટલ ઓફ ફોર્સ'થી હોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. જેના વિશે તેણે હાલમાં જ ખુલીને વાત કરી હતી. ત્યારે જ તેણે ડાયરેક્ટર કેવિન સ્પેસી સાથેના કામના અનુભવ વિશે પણ પોતાનો અનુભવ શેર કર્યો હતો.
દિશાનું હોલીવુડ ડેબ્યુ
પ્રિયંકા ચોપરા, દીપિકા પાદુકોણ, આલિયા ભટ્ટ, અલી ફઝલ અને તબ્બુ જેવા કલાકારોના પગલે ચાલતા, દિશા પટની પણ હવે હોલીવુડમાં પ્રવેશ લઇ ચુકી છે. દિશા કેવિન સ્પેસીના નિર્દેશનમાં બની રહેલી સુપર નેચરલ થ્રિલર ફિલ્મ 'હોલિગાર્ડ્સ સાગા: ધ પોર્ટલ ઓફ ફોર્સ' માં જોવા મળશે. દિશાએ હાલમાં જ પોતાની હોલીવુડની સફર અને ત્યાંની ફિલ્મોમાં એન્ટ્રી ઓડિશનની વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે જો તમારે પશ્ચિમી દેશોના સિનેમામાં એન્ટ્રી જોઈએ તો ઓડિશન મહત્વનું છે. દિશાના મતે ભારતમાં રહીને ગ્લોબલ પ્રોજેક્ટ્સમાં એન્ટ્રીની આશા પણ બાંધી શકાતી નથી.
કેવિન સ્પેસી વિશે શું કહ્યું?
એક ઇન્ટરવ્યૂ દરમિયાન દિશા પટનીએ પોતાની હોલીવુડ ડેબ્યુ ફિલ્મ 'હોલીગાર્ડ સાગા'ના નિર્દેશક કેવિન સ્પેસી વિશે ખુલીને વાત કરી હતી. કેવિન સ્પેસીના વખાણ કરતા દિશાએ કહ્યું કે, 'તે કમાલની વ્યક્તિ છે. તે પોતે પણ એક એક્ટર છે, જેના લીધે તે અન્ય એક્ટરોને સમજી શકે છે. તે કલાકારોના એક્સપરિમેન્ટની સ્વતંત્રતા આપે છે.
શૂટિંગ દરમિયાન તે અમને કહે છે કે પોતાના અનુભવનો ઉપયોગ કરતા શીખો. તે અમને એવા સવાલો પૂછવા માટે પ્રોત્સાહિત કરતા હતા જેવા કે, જો તમે આ પરિસ્થિતિમાં ફસાયા તો કેવી રીતે વર્તશો? શું તમે આવું કરી શકો? જો તમારી સાથે આવું થાય તો તમે કેવું અનુભવશો? તે પોતાના પાત્રને સમજવા માટે કલાકારોને પુરેપુરી ક્રિએટિવ સ્વતંત્રતા આપે છે. દરરોજ સવારે તેઓ શૂટિંગ પહેલા અમારી સાથે બેસ્ટ હતા અને પછી સીન સમજાવતા હતા. મને તે ખૂબ ખાસ લાગ્યું હતું.'
ગ્લોબલ રોલ મેળવવાનું સરળ નથી
દિશાએ જણાવ્યું કે તેમને કેવી રીતે આ ફિલ્મમાં એન્ટ્રી મળી હતી. તેણે આ વિશે વાતચીત કરતા જણાવ્યું હતું કે, 'પશ્ચિમી દેશોમાં ઓડિશન ટેમ્પલેટ સૌથી મહત્વના છે. જો તમને કામ જોઈએ છે તો તમારે તે રોલ માટે ઓડિશન આપવું પડશે. જોકે, નસીબ પણ ક્યારેક મહત્વનો ભાગ ભજવે છે. ક્યારેક તે તમારું કામ જોઈને તમને કોઈ પ્રોજેક્ટ કે ઓડિશન ઓફર કરી દે છે.
આ સાથે તે તમારા વિઝા અને લોજિસ્ટિકથી જોડાયેલી બાબતો પર પણ આધાર રાખે છે. કેમ કે તમારે ત્યાં ફિઝિકલી હાજર રહેવું પડે છે. તમને ભારતમાં બેસીને રોલ મળશે નહીં. હા, પણ તમે અહીંયાથી ઓડિશન આપી શકો છો, પણ સૌથી સારું એ છે કે તમે ત્યાં જાઓ અને ત્યાંની પદ્ધતિ શીખીને તેના પર કામ કરો. મને લાગે છે કે કોઈપણ દેશમાં કામ કરવા માટેની આ જ સાચી પદ્ધતિ છે.'