Mon Jul 13 2026

Logo

હેન્ડમેડ ગોલ્ડ ડ્રેસમાં છવાઈ ઈશા અંબાણી, પણ ચર્ચા તો નીતા અંબાણીના જ્વેલરી કલેક્શનની જ...

2026-07-13 14:36:00
Author: Darshana Visaria
Article Image

હાલમાં જ પેરિસમાં યોજાયેલા 'હાઉટ કૌચર વીક' (Haute Couture Week 2026)માં દુનિયાના ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારની દીકરી ઈશા અંબાણીનો લુક અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ઈશા અંબાણીએ આ ઈવેન્ટમાં પોતાના સ્ટાઈલિશ અને શાહી અંદાજથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું, સોશિયલ મીડિયા પર સૌથી વધારે ચર્ચા ઈશા અંબાણીએ મમ્મી નીતા અંબાણીની જ્વેલરી પહેરી હતી એની થઈ રહી છે. ચાલો જોઈએ શું છે ખાસ ઈશા અંબાણીના લૂકમાં... 

રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ઈશા અંબાણીએ ઈન્ડસ્ટ્રીના જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા દ્વારા તૈયાર કરવામાં આવેલો એક સુંદર ગોલ્ડન ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસની ખાસ વાત તેની જટિલ કારીગરી અને અત્યાધુનિક ડિઝાઈન છે, જે ઈશાના વ્યક્તિત્વને વધુ નિખારી રહી હતી. આ આઉટફિટમાં તે એકદમ રાજકુમારી જેવી લાગી રહી હતી. 

વાત કરીએ આઉટફિટ સાથે કેરી કરેલી એસેસરીઝની તો ડ્રેસની સાથે સાથે ઈશા અંબાણીએ જે જ્વેલરી પહેરી હતી તે પણ એટલી જ આકર્ષક હતી. ડાયમંડ જ્વેલરી સાથેનો તેનો લુક એકદમ પરફેક્ટ અને ગ્લેમરસ લાગતો હતો. મિનિમલ મેકઅપ અને સ્ટાઈલિશ હેરસ્ટાઈલે તેના દેખાવમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. મળતી માગિતી મુજબ આશે આ સમયે તેની માતા નીતા અંબાણીની જ્વેલરી પહેરી હતી. 

હાલમાં સોશિયલ મીડિયા પર ઈશા અંબાણીના આ લૂકના ફોટો અને વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે. ફેશન વર્લ્ડના એક્સપર્ટ્સ અને ફેન્સ ઈશાની ફેશન સેન્સના પ્રશંસા કરી રહ્યા છે. લોકો કોમેન્ટમાં ઈશાના આ લુકને 'સ્ટનિંગ', 'ગોર્જિયસ' અને 'શાહી' ગણાવી રહ્યા છે. તમે પણ ઈશા અંબાણીનો આ વાઈરલ લૂક ના જોયો હોય તો અત્યારે જ અહીં જોઈ લો... 

ઈશા અંબાણી હંમેશા તેમના ફેશન સ્ટેટમેન્ટ માટે જાણીતા છે, અને પેરિસના આ મંચ પર તેમણે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તેઓ ફેશનના મામલે હંમેશા આગળ રહે છે. અગાઉ પણ નીતા અંબાણીના જ્વેલરી કલેક્શન અને તેમની પસંદગીના ખૂબ વખાણ થયા હતા, અને હવે ઈશાના આ લુકે ફરી એકવાર અંબાણી પરિવારની ફેશન સેન્સની ચર્ચા જગાવી છે.