Mon Jul 13 2026

Logo

અજયની ફિલ્મ ‘ધમાલ 4’ને વીકએન્ડ ફળ્યો! ત્રણ દિવસમાં છાપી લાધા આટલા કરોડ રૂપિયા...

2026-07-13 11:12:00
Author: Vimal Prajapati
Article Image

મુંબઈઃ બોક્સ ઓફિસ પર અત્યારે ‘ધમામ 4’ ધૂમ મચાવી રહી છે, અને કરોડો રૂપિયાની કમાણી કરી રહી છે. 10 જુલાઈએ રિલીઝ થયેલી ફિલ્મે અત્યારે સુધીમાં સારા એવા રૂપિયા છાપી લીધા છે. અજય દેવગણ, રિતેશ દેશમુભ, અરશદ વારસી અને જાવેદ જેવા દિગ્ગજ કલાકારોની આ કોમેડી ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. જો કે, કેટલાક લોકોએ પણ રિવ્યૂ આપી રહ્યાં છે કે, હજી આ ફિલ્મને વધારે સારી બનાવી શકાય તેમ હતી! આવી મિશ્ર પ્રતિક્રિયા હોવા છતાં પણ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી રહી છે. 

‘ધમાલ 4’ ફિલ્મે 92 કરોડ રૂપિયા છાપી લીધા

10 જુલાઈએ રિલીઝ થયેલી ફિલ્મની કમાણીમાં 60 ટકાનો ઉછાળો આવ્યો છે. કમાણીની આંકડાની વાત કરવામાં આવે તો, આ ફિલ્મે રવિવારે રૂપિયા 28.50 કરોડનો વેપાર કર્યો છે. આ સાથે ત્રણ દિવસની કમાણી 65 કરોડ રૂપિયા થઈ ગઈ છે. એટલે કે ભારત અને વિદેશની કુલ કમાણી 92 કરોડ રૂપિયા થઈ ગઈ છે. હવે એકાદ દિવસમાં આ ફિલ્મ 100 કરોડનો આંકડો પાર કરી લેશે તેવું લાગી રહ્યું છે. દર્શકોની વાત કરવામાં આવે તો, રિલીઝ થઈ ત્યારે 24 ટકા લોકો સિનેમાઘરો સુધી પહોંયા હતા. પછી શનિવારે 35 ટકા અને રવિવારે 43 ટકા થિયેટરો ભરાવવા લાગ્યાં હતાં. એટલે હજી આ ફિલ્મ વધારે ચાલશે તેવું લાગી રહ્યું છે. 

‘વેલકમ ટુ ધ જંગલ’ને વીકેન્ટ કલેક્શનમાં પાછળ છોડી

‘ધમાલ 4’ ફિલ્મ 63.75 કરોડની કમાણી સાથે અક્ષય કુમારની ‘વેલકમ ટુ ધ જંગલ’ને વીકએન્ડ કલેક્શનમાં પાછળ છોડી દીધી છે. એટલું જ નહીં પરંતુ પોતાની જ ફ્રેન્ચાઈઝી ફિલ્મ ‘ટોટલ ધમાલ’ને પણ પાછળ છોડી દીધી છે. આ ‘ધમાલ 4’ ફિલ્મે પહેલા દિવસે 14 કરોડની કમાણી કરી હતી. તે પછી બીજા દિવશે 22.50 કરોડ અને ત્રીજા દિવસે 28.50 કરોડની કમાણી કરી છે. અત્યારે બોક્સ ઓફિસ પર જેટલી ફિલ્મો ચાલી રહી છે, તેમાં ‘ધમાલ 4’ સૌથી વધારે કમાલ કરી રહી છે. 

‘ધમાલ 4’ની સ્ટારકાસ્ટમાં કોણ નવું આવ્યું?

ટી-સિરીઝ ફિલ્મ્સ, પેનોરમા સ્ટુડિયો, દેવગન ફિલ્મ્સ, મારુતિ ઇન્ટરનેશનલ અને આનંદ પંડિત મોશન પિક્ચર્સ દ્વારા નિર્મિત, આ ફિલ્મ 'ધમાલ' ફ્રેન્ચાઇઝની ચોથી ફિલ્મ છે. ‘ધમાલ 4’ ફિલ્મમાં રવિ કિશન, સંજય મિશ્રા, ઉપેન્દ્ર લિમયે, અંજલી આનંદ, સંજીદા શેખ, એશા ગુપ્તા અને વિજય પાટકર જેવા અનુભવી કલાકારો મુખ્ય ભૂમિકાઓમાં છે.