મુંબઈઃ ટીચર્સ ડે નિમિત્તે સૌ કોઈ પોતાની શાળા-કૉલેજના શિક્ષકોને યાદ કરતા હોય છે. બોલિવૂડમાં પણ ઘણા એવા કલાકારો છે જેણે પોતાની ફિલ્મ કેરિયર શરૂ કરતા પહેલા એક શિક્ષક તરીકે કામ કરેલું અને સફળ પણ પુરવાર થયેલા. જરૂરી નથી કે, આ શિક્ષકોએ ક્લાસમાં જઈને અભ્યાસ કરાવ્યો હોય. અક્ષય કુમાર જેવા શિક્ષક હોય તો એ ફિટનેસનો પાઠ શિખવી ગયા છે. એટલું જ નહીં મુંબઈના ઘણાય વિદ્યાર્થીઓને માર્શલ આર્ટના બેઝિક શિખવી ગયા છે.
કાદર ખાન શ્રેષ્ઠ ગુરૂ રહ્યા
ગુરૂ પ્રત્યેનું માન અને ગુરૂ થકી આપણને મળેલું સન્માન કોઈ ક્યારેય ભૂલે એમ નથી. બોલિવૂડની સિનેદુનિયામાં પણ ઘણા એવા છે જે પોતાના ગુરૂને આજે પણ યાદ કરે છે. ઘણી એવી ફિલ્મો પણ આવી જેને શિક્ષકનો રોલ પ્લે કરીને માઈલસ્ટોન ઊભો કરી દીધો. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા નામ છે જે રીલ લાઈફમાં નહીં પણ રીયલ લાઈફમાં પણ શિક્ષક તરીકે કામ કરી ચૂક્યા છે.
આ યાદીમાં પહેલું નામ અક્ષય કુમાર આ યાદીમાં પહેલાક્રમે છે. તે વિદ્યાર્થીઓને માર્શલ આર્ટ શિખવતો હતો. બીજા ક્રમે સિનિયર અને લેજન્ડરી એક્ટર કાદર ખાન આવે છે, જે ખૂબ સારા પ્રોફેસર હતા અને કૉલેજમાં વિદ્યાર્થીઓમાં સારા વિચારના બીજ રોપી દેતા. ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે, ચંદ્રચુડ સિંહનું મ્યુઝિક ક્ષેત્રે નૉલેજ અદભૂત છે. એક સમયે આ કલાકાર પણ સ્કૂલમાં મ્યુઝિક ટીચર તરીકે કામ કરતા હતા. જ્યારે કિયારા અડવાણી પણ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ભણાવતી હતી.
સાન્યા મલ્હોત્રા પણ ટિચર હતી
ફિલ્મોમાં આવતા પહેલા અક્ષય કુમારે મુંબઈમાં માર્શલ આર્ટની વિદ્યાર્થીઓને તાલિમ આપી હતી. આ ઉપરાંત સેલ્ફ ડિફેન્સ સ્કૂલમાં પણ તે વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપી ચૂક્યો છે. આ ઉપરાંત કલાકાર તરીકે આવ્યા બાદ તેણે ઘણા મોટિવેશન સેમિનારમાં ભાગ લઈને અનેક એવા લોકોને લાઈફ લેસન પણ આપ્યા છે. સિનિયર એક્ટર અનુપમ ખેર પણ એક્ટર હોવાની સાથે સારા શિક્ષક રહ્યા છે.
એમની પોતાની એક્ટિંગ સ્કૂલ ચાલી રહી છે. જ્યાં તે નવા નવા એક્ટરને એક્ટિંગની દુનિયાની કેટલીક બારિકી શિખવી રહ્યા છે. આ ઉપરાંત ફિલ્મ મેકર બલરાજ સહાની પણ ઈંગ્લીશના શિક્ષક તરીકે રહી ચૂક્યા છે. ભારતી યુનિવર્સિટીમાં તેઓ અંગ્રેજી વિષયના પ્રોફેસર રહ્યા છે. સાન્યા મલ્હોત્રા. દંગલ અને બધાઈ હો જેવી ફિલ્મમાં દમદાર એક્ટિંગ કરીને માઈલસ્ટોન ઊભો કરનારા એક્ટ્રેસ સાન્યા દિલ્હીની એક જાણીતી સ્કૂલમાં ડાન્સ ટીચર તરીક રહી ચૂકી છે. આ ઉપરાંત યામી ગૌતમે તો ઓન સ્ક્રિન એક સ્કૂલ ટીચર તરીકેની ભૂમિકા અદા કરી છે.