Mon Oct 12 2026

Logo

ઑસ્ટ્રેલિયાને જીતવા છ વિકેટની જરૂરઃ બવુમાના શાસનમાં પ્રથમ હાર લગભગ નિશ્ચિત...

Durban   2026-10-12 22:37:41
Author: Ajay Motiwala
ઑસ્ટ્રેલિયાને જીતવા છ વિકેટની જરૂરઃ બવુમાના શાસનમાં પ્રથમ હાર લગભગ નિશ્ચિત...

©X @ProteasMenCSA


ડરબનઃ ઑસ્ટ્રેલિયા સામે સાઉથ આફ્રિકાને પ્રથમ ટેસ્ટ જીતવા માટે 319 રનની જરૂર છે, પરંતુ પ્રવાસી કાંગારુઓ વિજયથી ફક્ત છ વિકેટ દૂર છે.

સાઉથ આફ્રિકાએ 421 રનના લક્ષ્યાંક સામે 102 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. એઇડન માર્કરમ (Markram) 45 રન અને વિઆન મુલ્ડર પાંચ રને રમી રહ્યા હતા. કૅપ્ટન ટેમ્બા બવુમા (Bavuma) અને ટ્રિસ્ટેન સ્ટબ્સ સહિત જે ચાર વિકેટ પડી એમાંથી બે વિકેટ હૅઝલવૂડે લીધી હતી.

પ્રથમ દાવમાં ઑસ્ટ્રેલિયાના 390 રનના જવાબમાં સાઉથ આફ્રિકાએ 284 રન બનાવ્યા પછી બીજા દાવમાં પૅટ કમિન્સની ટીમે 6/314ના સ્કોર પર દાવ ડિક્લેર કર્યો હતો. પ્રથમ દાવમાં 190 રન બનાવનાર મૅટ રેન્શૉએ બીજા દાવમાં 82 રન કર્યા હતા.

ટેમ્બા બવુમાના નેતૃત્વમાં સાઉથ આફ્રિકાનો પ્રથમ પરાજય સોમવારે નિશ્ચિત જણાતો હતો. જોકે પરાજયથી બચવા માટે યજમાન ટીમનો મોટો આધાર માર્કરમ પર છે. ઑસ્ટ્રેલિયા સામે તેની બૅટિંગ સરેરાશ 60.00-પ્લસ છે, જ્યારે કરીઅરની ઍવરેજ 35.5 છે.