Mon Oct 12 2026

Logo

રાષ્ટ્રપતિએ બદલ્યા છ રાજ્યના રાજ્યપાલ, જાણો કોને કયા જવાબદારી સોંપી...

2026-10-12 22:52:27
Author: Chandrakant Kanoja
રાષ્ટ્રપતિએ બદલ્યા છ રાજ્યના રાજ્યપાલ, જાણો કોને કયા જવાબદારી સોંપી...

President Of India, Smt Droupadi Murmu


નવી દિલ્હી: દેશના છ રાજ્યોમાં રાજ્યપાલોની નિમણૂક અને ફેરબદલ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા છ રાજ્યોમાં રાજ્યપાલોની નિમણૂક અને ફેરબદલ અંગેની માહિતી જાહેર કરવામાં આવી છે. આ યાદી મુજબ કેરલમ,તમિલનાડુ, સિક્કિમ, ઓડિશા, કર્ણાટક અને ઉત્તરાખંડના રાજ્યપાલોના નામોની જાહેરાત કરવામાં આવી છે.

ઓમ પ્રકાશ માથુરની કેરલમના રાજ્યપાલ તરીકે નિમણૂક 

આ અંગે મળતી માહિતી મુજબ સિક્કિમના વર્તમાન રાજ્યપાલ ઓમ પ્રકાશ માથુરની કેરલમના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેરલમના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને તમિલનાડુની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે બ્રજ મોહન રામની ઓડિશાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

તેમજ ડૉ. સુધા યાદવની કર્ણાટકના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. જયારે ડૉ. ઢાલ સિંહ બિસેનની ઉત્તરાખંડના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમજ ઓ.પી. માથુરના સ્થાને દુષ્યંત ગૌતમની સિક્કિમના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.