Mon Oct 12 2026

Logo

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનું રાજીનામું માંગી ફસાઈ કેરલમ કોંગ્રેસ, ભાજપે આકરા પ્રહાર કર્યા...

2026-10-12 21:52:58
Author: Chandrakant Kanoja
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનું રાજીનામું માંગી ફસાઈ કેરલમ કોંગ્રેસ, ભાજપે આકરા પ્રહાર કર્યા...

KSEB Sunny Joseph


નવી દિલ્હી: દેશમાં સીઇસી મુદ્દે ચાલી રહેલા વિરોધ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓએ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની મુલાકાત માટે સમય માંગ્યો હતો. જોકે, ચીફ જસ્ટિસે તેમને મળવાનો ઇનકાર કર્યો હતો. તેની બાદ કેરલમ કોંગ્રેસે સોશિયલ મીડિયા પોસ્ટમાં સીજેઆઈને રાજીનામું આપવા અપીલ કરી હતી. તેમજ કહ્યું કે જો કાયદો વ્યવસ્થા તમારા અધિકારક્ષેત્રના ના આવતા હોય તો તાત્કાલિક રાજીનામું આપો. અને તેની માટે અન્ય કોઇને શોધી લઇશું. જેના પગલે રાજકીય વિવાદ સર્જાયો છે. તેમજ ભાજપે આ અંગે આકરી પ્રતિક્રિયા આપી છે. 

ભાજપ તેમજ કોંગ્રેસના સહયોગી પક્ષોએ  ટીકા કરી 

જોકે, આ મુદ્દે ભારે વિવાદ બાદ પોસ્ટ ડિલીટ કરવામાં આવી હતી. તેમજ તેની બાદ ભાજપ તેમજ કોંગ્રેસના સહયોગી પક્ષોના નેતાઓએ તેની ટીકા કરી હતી. કોંગ્રેસના સાંસદ પવન ખેડાએ આ નિવેદન સાથે અસંમતિ વ્યક્ત કરી હતી અને ન્યાયતંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

રિજીજુની કોંગ્રેસ પર ટીકા

જ્યારે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજીજુએ કેરલમ કોંગ્રેસની એક પોસ્ટનો જવાબ આપ્યો. તેમણે લખ્યું, "મેં અગાઉ પણ કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષનું આગામી લક્ષ્ય ન્યાયતંત્ર છે. કોંગ્રેસ ભારતની તમામ બંધારણીય અને લોકશાહી સંસ્થાઓને નષ્ટ કરવા માંગે છે. ભારત-વિરોધી તમામ જૂથો હાથ મિલાવી રહ્યા છે. તમામ દેશભક્ત ભારતીયો પણ એક થશે.

કોંગ્રેસને ભારતીય લોકશાહી અને નિષ્પક્ષ બંધારણીય સંસ્થાઓ પ્રત્યે નફરત

આ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રદીપ ભંડારીએ 'X' પર લખ્યું કે,"અરાજકતાવાદી કોંગ્રેસ! આ ભારતનાં બંધારણનું ઘોર અપમાન છે. કોંગ્રેસ ભારતના મુખ્ય ન્યાયાધીશને ધમકી આપી રહી છે. કોંગ્રેસ માને છે કે ગાંધી-વાડ્રા પરિવાર બંધારણથી ઉપર છે. કોંગ્રેસને ભારતીય લોકશાહી અને નિષ્પક્ષ બંધારણીય સંસ્થાઓ પ્રત્યે નફરત છે. 

પોસ્ટ માટે જવાબદાર વ્યક્તિને ફરજો પરથી દૂર કરવામાં આવ્યા

કેરલમ પ્રદેશ કોંગ્રેસ સમિતિ (KPCC) ના પ્રમુખ સની જોસેફે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સૂર્ય કાંત વિરુદ્ધ કરવામાં આવેલી વાંધાજનક પોસ્ટ અંગે કાર્યવાહી કરી છે. તેમણે જણાવ્યું હતું કે સત્તાવાર 'X' એકાઉન્ટ પરથી કરવામાં આવેલી આ પોસ્ટ KPCC નેતૃત્વની જાણકારી, સંમતિ કે સલાહ વિના પ્રકાશિત કરવામાં આવી હતી. આ પોસ્ટ માટે જવાબદાર વ્યક્તિને તેમની ફરજો પરથી દૂર કરવામાં આવ્યા છે.