આવતીકાલે એટલે કે અષાઢી બીજના દિવસે ઓરિસાના પુરીમાં અને ગુજરાતના અમદાવાદ ખાતે ભવ્યાતિભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ રથયાત્રામાં ભગવાન જગન્નાથના પ્રસાદ તરીકે અપાતા 'જાંબુ' અને 'મગ'નું એક આગવું મહત્વ છે? આ પ્રસાદ માત્ર આસ્થાનું પ્રતીક નથી, પરંતુ તેના સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ પણ છે. ચાલો આ સ્ટોરીમાં જાણીએ રથયાત્રા દરમિયાન ભક્તોમાં વહેંચવામાં આવતા આ પ્રસાદ અગણિત ફાયદો શું છે...
અમદાવાદની વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રામાં ભક્તોને પ્રસાદ તરીકે અપાતા ફળો અને વસ્તુઓ પાછળ વર્ષો જૂની પરંપરા છે. આ પ્રસાદમાં મુખ્યત્વે 'જાંબુ', 'મગ' અને 'કાકડી'નો સમાવેશ થાય છે. આ પરંપરાગત પ્રસાદનું વિતરણ માત્ર ભક્તિભાવથી નહીં, પરંતુ આયુર્વેદિક દ્રષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે.
પ્રસાદના સ્વાસ્થ્યવર્ધક ફાયદા:
જાંબુ:
ચોમાસાની ઋતુમાં જાંબુ સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે. તે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જાંબુમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
મગ:
આ ઉપરાંત પ્રસાદમાં આપવામાં આવતા પલાળેલા મગ એ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. તે પચવામાં હળવા હોય છે અને શરીરમાં ઉર્જાનો સંચાર કરે છે. ઉનાળાના અંતે અને ચોમાસાની શરૂઆતમાં આહારમાં મગનો સમાવેશ કરવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ હિતાવહ છે.
ઋતુ અનુસાર પસંદગી:
ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢી બીજના દિવસે નીકળે છે. આ સમયે વાતાવરણમાં ફેરફાર થતો હોય છે, ત્યારે આ ફળો અને કઠોળનું સેવન સ્વાસ્થ્યને સંતુલિત રાખવામાં મદદ કરે છે.
છે ને એકદમ કામની અને ઈન્ટ્રસ્ટિંગ ઇન્ફોર્મેશન?? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસથી વધારો કરજો. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...