નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કોમેડિયન સમય રૈનાને ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું છે કે સમય રૈનાએ કોર્ટમાં ખોટા નિવેદનો આપ્યા હતા. જેના લીધે પહેલા રૂપિયા 10 લાખનો દંડ ફટકાર્યો હતો.પરંતુ બાદમાં તે રકમ ઘટાડીને રૂપિયા 3 લાખ કરી અને રકમ સમયસર જમા કરાવવાનો આદેશ આપ્યો છે.
ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટના દરેક કોમેડિયનને રૂપિયા 3 લાખનો દંડ
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના વિવાદાસ્પદ એપિસોડમાં સામેલ દરેક કોમેડિયનને રૂપિયા 3 લાખનો દંડ ફટકાર્યો છે. જેમાં સમય રૈનાનો પણ સમાવેશ થાય છે.
સમય રૈનાએ કોર્ટને હળવાશથી લીધી હતી
કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો નિર્ધારિત સમયમાં દંડ જમા નહીં થાય તો સમય રૈના સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે પોતાના અવલોકનોમાં ટિપ્પણી કરી હતી કે સમય રૈનાએ કોર્ટને હળવાશથી લીધી હતી અને કોર્ટ સમક્ષ ખોટા નિવેદન આપ્યા હતા.
વિવાદ ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટના એક એપિસોડથી ઉદ્ભવ્યો
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર વિવાદ જાન્યુઆરી 2025 માં પ્રસારિત સમય રૈનાના શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ'ના એક એપિસોડથી ઉદ્ભવ્યો હતો. જેમાં યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયાએ વાલીઓ વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. યુટ્યુબ પર એપિસોડ અપલોડ થતાં જ ભારે હોબાળો મચી ગયો હતો. જેની લોકો દ્વારા ટીકા કરવામાં આવી હતી. આ વિવાદ બાદ સમય રૈના સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને તેણે યુટ્યુબ અને અન્ય પ્લેટફોર્મ પરથી શોના બધા એપિસોડ દૂર કર્યા હતા.