જ્યોતિષશાસ્ત્ર મુજબ જ્યારે આકાશમાં ગ્રહોનું પરિવર્તન થાય છે, ત્યારે તેની સીધી અસર માનવ જીવન પર પડતી હોય છે. હવે 16મી જુલાઈ, 2026થી એક ખૂબ જ શુભ અને શક્તિશાળી 'ગુરુ આદિત્ય રાજયોગ'નું નિર્માણ થઈ રહ્યું છે. જ્યારે સૂર્ય અને ગુરુ કર્ક રાશિમાં એકસાથે આવશે, ત્યારે આ યુતિ કેટલીક રાશિઓ માટે સુખ, સંપત્તિ અને સૌભાગ્યનો દ્વાર ખોલશે.
મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 16મી જુલાઈના બનનારો આ ગુરુ આદિત્ય રાજયોગની અસર 17મી ઓગસ્ટ સુધી રહેશે. આ સમયે અનેક રાશિના જાતકોના અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે. ચાલો જાણીએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ કે જેઓ આ સમય દરમિયાન 'રાજા જેવું' જીવન જીવશે...
વૃષભ:
વૃષભ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ ભાગ્યશાળી રહેવાનો છે. તમારી સંપત્તિમાં ઉત્તરોત્તર વધારો થવાના યોગ છે. કારકિર્દીમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે અને સમાજમાં તમારું માન-સન્માન વધશે. જો તમે વેપારી છો, તો કોઈ મોટા અને ફાયદાકારક સોદા પર હસ્તાક્ષર કરી શકો છો. પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે અને કોઈ સારા સમાચાર તમારા દિવસને ખુશનુમા બનાવી દેશે.
મકર:
મકર રાશિના જાતકોની લાંબા સમયથી ચાલી આવતી આર્થિક સમસ્યાઓનો હવે અંત આવશે. તમારી વાણીમાં એક પ્રકારનું તેજ અને પ્રભાવ આવશે, જેનાથી લોકો આકર્ષિત થશે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથેની મુલાકાત તમારી કારકિર્દી માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. જમીન-મિલકત કે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો આ સમય ઉત્તમ છે. કોર્ટ-કચેરીના મામલામાં પણ વિજયની સંભાવના છે.
કન્યા:
કન્યા રાશિ માટે આ યુતિ અત્યંત શુભ સાબિત થશે. તમારા અટકેલા કામોમાં હવે ગતિ આવશે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને અચાનક ધનલાભ થવાની શક્યતાઓ છે. નોકરિયાત વર્ગ માટે પ્રમોશન અને પગારવધારાના યોગ બની રહ્યા છે. વૈવાહિક જીવનમાં મધુરતા આવશે અને જીવનસાથી સાથેનો સંબંધ વધુ મજબૂત બનશે. ટૂંકમાં, આ સમય દરમિયાન નસીબ તમારો પૂરો સાથ આપશે.