Mon Aug 31 2026

Logo

આર્જેન્ટિનાને વર્લ્ડ કપની બહાર કરવા 72 લાખ લોકોએ પિટિશન પર સહી કરીઃ જાણો, શું છે કારણ...

Atlanta   2026-07-15 17:08:17
Author: Ajay Motiwala
આર્જેન્ટિનાને વર્લ્ડ કપની બહાર કરવા 72 લાખ લોકોએ પિટિશન પર સહી કરીઃ જાણો, શું છે કારણ...

AP


ઍટલાન્ટાઃ આજે મધરાત બાદ 12.30 વાગ્યાથી રમાનારી ફિફા વર્લ્ડ કપની બીજી સેમિ ફાઇનલમાં હૅરી કેનના નેતૃત્વમાં ઇંગ્લૅન્ડની ટીમ આર્જેન્ટિના (Argentina)ને હરાવીને ટૂર્નામેન્ટની બહાર કરી શકશે કે કેમ એ તો થોડા કલાકોમાં ખબર પડી જશે, પણ એ પહેલાં 72 લાખથી વધુ ફૂટબૉલપ્રેમીઓ ઇચ્છે છે કે આર્જેન્ટિના અત્યારથી જ વર્લ્ડ કપની બહાર થઈ જાય.

આ વર્લ્ડ કપમાં રેફરી (Referee)ને લગતા જેટલા વિવાદ થયા એટલા અગાઉના બાવીસ વર્લ્ડ કપમાં ભાગ્યે જ થયા હશે. વાત એવી છે કે અસંખ્ય લોકોનું માનવું છે કે `વર્લ્ડ કપનું મુખ્ય આયોજક ફિફા તેમ જ રેફરી આર્જેન્ટિના-તરફી પક્ષપાતી વલણ ધરાવતા જોવા મળ્યા છે. વિજેતા જો નક્કી જ હોય તો શેષ વિશ્વ શું કામ મુકાબલામાં ઉતરે? આર્જેન્ટિનાને વર્લ્ડ કપની બહાર કરો અને બીજી ટીમોને બરાબરીનો મોકો આપો.

ચીનના એક જાણીતા દૈનિકના અહેવાલ અનુસાર ઑનલાઇન પિટિશન અભિયાનમાં 72 લાખ લોકોએ ભાગ લીધો છે અને આર્જેન્ટિનાને તાબડતોબ વિશ્વ કપની બહાર કરવાની માગણી કરી છે. તેમણે આ પગલું રેફરીના કથિત પક્ષપાતી નિર્ણયોને લીધે લીધું છે.

આ ફૂટબૉલ ફૅન્સે આક્ષેપ કર્યો છે કે રેફરીઓ લિયોનેલ મેસી અને આર્જેન્ટિનાને સાથ દઈ રહ્યા છે. સોશ્યલ મીડિયામાં રેફરીઓના કેટલાક નિર્ણયો સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે. તેમણે આ ઝુંબેશ argentinaout.com નામની લિન્ક પર ચલાવી છે.