Sat Sep 05 2026

Logo

પાણીનું સંકટ ટળ્યું: જળાશયો 95 ટકા ભરાયા, પણ મુંબઈગરા ગરમીથી પરેશાન, જાણો જળાશયોની સ્થિતિ?

2026-08-30 20:47:25
Author: Mumbai Samachar Team
પાણીનું સંકટ ટળ્યું: જળાશયો 95 ટકા ભરાયા, પણ મુંબઈગરા ગરમીથી પરેશાન, જાણો જળાશયોની સ્થિતિ?

ChatGPT Image / Gemini AI Image


મુંબઈઃ ઓગસ્ટ મહિનાના વિદાયના દિવસો ગણાય રહ્યા છે, પરંતુ મુંબઈમાં ગરમીનું પ્રમાણ ઘટવાને બદલે વધ્યું છે. ગરમીના ચમકારા વચ્ચે સપ્ટેમ્બરમાં ઓક્ટોબર હીટની અસર જોવા મળી શકે છે. મુંબઈગરાઓને પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે, પરંતુ આગામી મહિનાથી ગરમીનો સામનો કરવો પડી શકે છે.

મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતાં સાત મુખ્ય જળાશયોમાં આજે સવારે છ વાગ્યા સુધીમાં કુલ ૧૩,૮૮,૪૨૩ મિલિયન લિટર પાણીનો સંગ્રહ નોંધાયો છે, જે તેમની કુલ 'લાઇવ સ્ટોરેજ' ક્ષમતાના ૯૫.૯૩ ટકા જેટલો થાય છે. મુંબઈમાં પાણીનો મજબૂત સ્ટોક થઈ રહ્યો છે, પરંતુ પર્યાપ્ત પાણીનો સ્ટોક જરુરી છે, જ્યારે એકાદ બે દિવસમાં કદાચ વધુ બે જળાશયોમાં 100 ટકાથી વધુ સ્ટોક થઈ શકે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ભાંડુપ માસ્ટર કંટ્રોલ સેન્ટરના હાઇડ્રોલિક એન્જિનિયર વિભાગના જણાવ્યા અનુસાર, રવિવાર, ૩૦ ઓગસ્ટના સવારે ૬ વાગ્યા સુધીમાં મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં સંયુક્ત રીતે ૧૩,૮૮,૪૨૩ મિલિયન લિટર પાણીનો સંગ્રહ હતો, જે તેમની કુલ 'લાઇવ સ્ટોરેજ' ક્ષમતાના ૯૫.૯૩ ટકા છે.

પાણીનો આ વર્તમાન જથ્થો ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં ઓછો છે; તે સમયે જળાશયોમાં ૧૪,૦૦,૯૯૫ મિલિયન લિટર (૯૬.૮૦ ટકા) પાણી હતું. ઉપરાંત, આ સ્તર ૨૦૨૪ના આંકડા કરતાં પણ નીચું છે, જ્યારે જળાશયોમાં ૧૩,૮૮,૬૧૪ મિલિયન લિટર પાણી હતું, જે કુલ લાઇવ સ્ટોરેજના ૯૫.૯૪ ટકા થતું હતું.

સાત જળાશયો પૈકી, વિહાર સરોવર ૧૦૦ ટકા ભરાયેલું રહ્યું હતું. જ્યારે તુલસીમાં જળસ્તર ૯૭.૯૨ ટકા, તાનસામાં ૯૮.૩૩ ટકા, મિડલ વૈતરણામાં ૯૮.૦૮ ટકા અને શહેરના સૌથી મોટા જળાશય ભાતસામાં ૯૫.૯૧ ટકા નોંધાયું હતું; બીજી તરફ, અપર વૈતરણા ૮૯.૭૬ ટકા સાથે સૌથી ઓછું ભરાયેલું સરોવર રહ્યું હતું.