Tue Aug 18 2026

Logo

જસ્ટિસ યશવંત વર્મા કેસમાં સનસનાટીભર્યો ખુલાસો: તપાસ સમિતિએ ત્રણેય આરોપો સાચા માન્યા

2026-08-12 22:51:44
Author: Mumbai Samachar Team
Article Image

દિલ્હીના ઘરેથી મળી આવ્યા હતા નોટોના બંડલો, સમિતિએ જસ્ટિસનો જવાબ ફગાવી દોષિત ઠેરવ્યા!

અયોધ્યાઃ અલાહાબાદ હાઈ કોર્ટના પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા સાથે જોડાયેલા કેસમાં ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ખુલાસો એ થયો છે કે, લોકસભાના અધ્યક્ષ તરફથી રચવામાં આવેલી સમિતિએ એમની સામે કરેલા ત્રણ મોટા આરોપને સાચા માની લીધા છે. રિપોર્ટમાં એમને હવે દોષિત જાહેર કરી દેવામાં આવ્યા છે. પણ સ્પષ્ટ એ વાતની નથી કે, આખરે કેવી રીતે આખું ષડયંત્ર રચાયું અને પૂર્વ જસ્ટિસ યશવંત વર્મા કેવી રીતે ક્નેક્ટ થયા હતા. 

ઘરેથી મળ્યા હતા કેશ
હકીકત એ છે કે, નવી દિલ્હીમાં ચીફ જસ્ટિસ વર્માના ઘરેથી કેશ મળી આવ્યા હતા. આ પછી તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. તપાસમાં કેસની બારિકી સુધી જવા સાક્ષી, આસપાસના લોકો તથા એમની તરફથી કરવામાં આવેલા નિવેદનને લઈ એક ખાસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. હવે સવાલ તેમણે કરેલી ચોખવટ સામે ઊભા થઈ રહ્યા છે. તપાસ સમિતિએ આખરે એમને દોષિત જાહેર કરી દીધા છે. પણ જે વસ્તુ ખૂટે છે એ આખું ષડયંત્ર છે. પ્લાન છે અને એમાં જસ્ટિસ કેવી રીતે રોલિંગ કરતા એ છે. 
આ રિપોર્ટ અનુસાર નવી દિલ્હીમાં એમના ઘરના સ્ટોરરૂમમાંથી મોટી સંખ્યામાં કેશ મળી આવ્યા. 500 રૂપિયાની કડકડતી નોટના બંડલ મળી આવતા અનેક વિષય સંબંધિત સવાલ એની સામે ઊભા થયા હતા. કાયદાકીય તપાસમાં હજુ નિવેદન નોંધાતા સમગ્ર કેસને લઈને જસ્ટિસનો રોલ શંકાસ્પદ સાબિત થઈ ગયો હતો. આ રકમ એમના ઘરમાં ક્યાંથી આવી, કોણ લાવ્યું, કોના તરફથી મળી, રિસોર્સ શું હતા અને કોણ છે આ કેશના માલિક

સમિતિ માન્યું આ અસંતોષકારક
સ્ટ્રોંગ રૂમમાં જે સાક્ષીઓ હતા એને સુરક્ષિત કે સંરક્ષિત કરી દેવામાં આવ્યા ન હતા. સમિતિએ કહ્યું કે, કાયદકીય રીતે સીલ કરી દેવાની અને નિરીક્ષણ પહેલા જ સ્ટ્રોંગરૂમની જે સ્થિતિ હતી એ બદલી ગઈ હતી. આ પછી કેશ પ્રાપ્ય રહ્યા નથી. ત્યાં હતા પણ નહીં. અહેવાલ મુજબ, સમિતિને 22 માર્ચ, 2025ના ન્યાયાધીશ વર્મા દ્વારા ખાસ રજૂ કરાયેલ પ્રતિભાવ અને ત્યાર બાદ તેમણે અપનાવેલા વલણને સંજોગોને ધ્યાનમાં રાખીને સ્પષ્ટ અથવા સંતોષકારક લાગ્યું નહીં. સમિતિએ અવલોકન કર્યું કે, પ્રતિભાવમાં આવી પરિસ્થિતિમાં અપેક્ષિત સ્પષ્ટતા, પારદર્શિતા અને સંસ્થાકીય જવાબદારીની ભાવનાનો અભાવ હતો. સ્વતંત્ર સત્તાવાર જુબાનીઓ અને અન્ય સમર્થન સામગ્રી સાથે પ્રતિભાવની તુલના કરતાં, સમિતિએ તેને ટાળી શકાય તેવું અને અસંતોષકારક માન્યું.