વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે મંગળવારે ભારતની ચૂંટણી પ્રણાલીની પ્રશંસા કરતા કહ્યું કે અમેરિકામાં મતદાતા ઓળખ પત્ર (વોટર આઇડી) અનિવાર્ય કરવાની જોરદાર વકીલાત કરી. તેમણે મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમાર સાથે તાજેતરમાં થયેલી વાતચીતનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારતમાં દરેક મતદાતાની પાસે વેલિડ ફોટો આઇડી હોવું જરૂરી છે.
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરતા લખ્યું કે આ મહિનાની શરુઆતમાં ભારતના મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમારે અમારા પ્રશાસનને પૂછ્યું કે તમે કોઇપણ વેલિડ ફોટો આઇડી વગર અમેરિકામાં ચૂંટણી કેવીરીતે કરાવી શકો છો?
તેમણે વધુમાં કહ્યું કે તેમણે ભારતના ગત સામાન્ય ઇલેક્શનનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારતની ગત ચૂંટણીમાં 64.6 કરોડ મતદાતા હતા, એક ટકાથી પણ ઓછાએ પોસ્ટથી વોટ નાંખ્યો અને દરેક મતદાતાની પાસે વેલિડ ફોટો આઇડી દસ્તાવેજ હોવો જરૂરી છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોંગ્રેસને ‘સેવ અમેરિકા એક્ટ’ જલદી પાસ કરાવવાની અપીલ કરી.આ વિધેયકનો ઉદ્દેશ અમેરિકી સંઘીય ચૂંટણીમાં નાગરિકતાનું પ્રમાણ અને વેલિડ ઓળખ પત્ર અનિવાર્ય બનાવવાનું છે જેથી ફક્ત અમેરિકી નાગરિક જ વોટ નાંખી શકે.
ટ્રંપ પ્રશાસનનું કહેવું છે કે ભારત જેવી વ્યવસ્થા અપનાવવાથી ચૂંટણી પ્રક્રિયા વધુ સુરક્ષિત અને પારદર્શી બનશે. તેમણે ભારતના વિશાળ પરંતુ સુવ્યવસ્થિત ચૂંટણી તંત્રને ઉદાહરણ તરીકે રજૂ કર્યુ.
વ્હાઇટ હાઉસે કહ્યું કે ભારત અને બ્રાઝિલ જેવા દેશોમાં મતદાતા આઇડીને બાયોમેટ્રિક ડેટાબેઝ સાથે જોડવામાં આવે છે, જયારે અમરિકા મુખ્યત્વે નાગરિકતા માટે સ્વ-ઘોષણા પર નિર્ભર કરે છે. ટ્રંપ પ્રશાસનનું માનવું છે કે સ્ટ્રીકટ વોટર આઇડી અને નાગરિકતા સંબંધી નિયમ ચૂંટણી સુરક્ષાને મજબૂત કરશે.