Wed Aug 19 2026

Logo

ગોવિંદાનો ક્લબમાં ડાન્સ કરતો વીડિયો વાયરલ: પત્ની સાથેના વિવાદ વચ્ચે ચાહકોની નારાજગીનો બન્યો ભોગ

Bangkok   2026-08-17 20:58:00
Author: Mumbai Samachar Team
Article Image

બેંગકોક/પટાયાઃ બોલીવુડના જાણીતા અભિનેતા ગોવિંદા અભિનેત્રી કોમલ રાની સ્વર્ણકાર સાથે સમગ્ર દુનિયા સામે નજર આવ્યા બાદ ચર્ચામાં છે. અભિનેતાની પત્ની સુનિતા આહુજાએ ઘણીવાર તેમની ફિલ્મની નવી અભિનેત્રી સાથે તેમના કથિત અફેરની વાત કરી છે. સુનીતાની સાથે ચાલી રહેલા ઝઘડા વચ્ચે ગોવિંદા હાલમાં જ થાઈલેન્ડના પટાયામાં એક ક્લબમાં પરફોર્મ કરતા જોવા મળ્યા હતા. આ પહેલા તે સ્કૂલના સ્ટેજ પર પણ નાચતા જોવા મળ્યા હતા. 

સોશિયલ મીડિયા પર પટાયાના એક ક્લબમાં ગોવિંદાના ડાન્સનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. કલબમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન અભિનેતાને બેકગ્રાઉન્ડ ડાન્સર્સ સાથે પોતાના અમુક પ્રખ્યાત ગીતો પર નાચતા જોવા મળ્યો હતો. ગોવિંદાએ 90 ના દસકામાં પોતાની હિટ ફિલ્મોના ગીતો પર ડાન્સ કર્યો, જેમાં 'સોની દે નખરે' જેવા ગીતો સામેલ હતા. કાળા અને સફેદ રંગના સૂટમાં જોવા મળેલા ગોવિંદાએ પોતાના સિગ્નેચર ડાન્સ મૂવ બતાવ્યા હતા. 

ગોવિંદા કલબમાં કરી રહ્યા પરફોર્મ 

ગોવિંદાની પરફોર્મન્સ પર ચાહકોને મિશ્ર પ્રતિક્રિયા મળી હતી, જેમાં ઘણા લોકોએ અભિનેતાનો ડાન્સ જોવાનું પસંદ કર્યું હતું. તો અમુક લોકોને લાગ્યું કે એક ક્લબમાં પરફોર્મ કરવું તેમના સુપરસ્ટારવાળા સ્ટારડમના હિસાબે યોગ્ય નહોતું. એક જણે તો કમેન્ટમાં લખ્યું હતું 'આ સુપરસ્ટાર માટે ખરાબ લાગી રહ્યું છે, ક્લબમાં પરફોર્મ કરી રહ્યા છે.' 

સોશિયલ મીડિયા પર ગોવિંદાનો કર્યો લોકોએ બચાવ 

ગોવિંદાનો બચાવ કરતા એક ચાહકે લખ્યું હતું ક, 'પૈસા કમાવવામાં કંઈ ખોટું નથી, કમસે કમ તે પોતાના બળે પરત તો ફરી રહ્યા છે.' એક સોશિયલ મીડિયા યુઝરે આ પરફોર્મન્સની તુલના શાહરુખ ખાન અને અજય દેવગણ જેવા સુપરસ્ટારની પાન મસાલા બ્રાન્ડ્સને પ્રમોટ કરવાથી જોડાયેલા વિવાદથી કરતા લખ્યું કે, 'પાન મસાલાની જાહેરાત કરતા ઉત્તમ છે.' અન્યએ લખ્યું કે, 'સુપર સેલિબ્રિટી ગોવિંદા'.

સુનિતા આહુજાએ ગોવિંદને કહ્યું 'સુગર ડેડી'

હાલમાં જ એરપોર્ટ પર ગોવિંદા અને કોમલ રાની સ્વર્ણકારને એક સાથે જોયા બાદ સુનિતા આહુજાએ ગોવિંદને કોમલના 'સુગર ડેડી' કહ્યું હતું. સુનીતાએ કહ્યું 'પહેલા ફિલ્મ બનવી જોઈએ. ફિલ્મ બન્યા બાદ પ્રમોશન થાય છે. પ્રમોશન વગર.. હવે હું શું કહું? તે પોતાની દીકરીની ઉંમરની છોકરી સાથે ફરી રહ્યો છે. તેને શરમ આવવી જોઈએ. તેનું કોઈ સ્ટાન્ડર્ડ હોવું જોઈએ. તમારા સુગર ડેડી એટલા અમીર છે. કપડાં તો વ્યવસ્થિત પહેરો. અમને જુઓ અમે કેટલા સ્ટાઈલિશ કપડા પહેરીએ છીએ. તેમનું મગજ ખરાબ થઈ ગયું છે.'

સુનીતાને ગોવિંદાનો જવાબ 

ગોવિંદાએ કહ્યું, 'દરેક વ્યક્તિ તમારા પાછળના ગ્રુપ અને ગેંગને ઓળખે છે, તેઓ બધાની સામે આવશે. ભવિષ્યમાં તમને મારી જરૂર પડી શકે છે, એટલે કૃપા કરીને આવા નિવેદનો આપવાનું અને મને નીચા દેખાડવા માટે આ પોડકાસ્ટ ચલાવવાનું બંધ કરો. કૃપા કરીને તમારી મર્યાદામાં રહો.'